મુંબઇઃ હાલમાં ક્રિકેટ પ્રેમીઓ માટે ઇન્ડિયન પ્રીમિયર લીગનો રોમાંચ ચરમ પર છે. તેમાં સચિન તેંદુલકરની દીકરી પણ સામેલ છે. સચિનની દીકરી સારા તેંદુલકરએ મેચ જોવાની સાથે સાથે પોતાના અફેરના પણ સંકેત આપ્યા છે. છેલ્લા કેટલાય સમયથી સારા તેંદુલકર શુભમન ગીલ વચ્ચે અફેર હોવાની ચર્ચા ચાલી રહી છે, હવે આ વાત સોશ્યલ મીડિયામાં એક પૉસ્ટને લઇને વધુ તેજ બની છે.
આઇપીએલમાં બુધવારે રમાયેલી કોલકત્તા અને મુંબઇની મેચને લઇને સારા તેંડુલકરે પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં કોલકાતાના ખેલાડી શુભમન ગિલનો એક વીડિયો શેર કર્યો હતો. સારા ઘરે મેચ જોઈ રહી છે, શુભમન ગિલ બાઉન્ડ્રી પર ડાઈલ લગાવીને બોલ રોકાવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ સ્ટોરીની સાથે સારાએ દિલવાળા 3 ઈમોજી પણ મૂક્યા હતા. આ વાત ચર્ચાનો વિષય બન્યો હતો. જો કે, બાદમાં સારાએ સોશિયલ મીડિયા પરથી આ સ્ટોરીની ડિલીટ કરી દીધી હતી. પરંતુ ફેન્સની વચ્ચે આ પૉસ્ટ વાયરલ થઇ ગઇ હતી.
શુભમન ગીલ અને સારાએ એક જ કેપ્શનની સાથે પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી. આ તસવીરોથી વધારે તેના કેપ્શને તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
સારા તેંડુલકરે ‘I SPY’ની સાથે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરી હતી. અને થોડા સમય બાદ જ શુભમન ગિલે પણ તે જ કેપ્શન અને ઈમોજી સાથે પોતાની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી સારા અને ગીલ વચ્ચે એફેર અને ડેટિંગની ચર્ચા ચાલી રહી છે.
સચિનની પુત્રી સારાને ક્યા યુવા ક્રિકેટર સાથે અફેર હોવાની ચર્ચા, સારાએ શું કર્યું કે બંનેના અફેરની પડી ખબર, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Sep 2020 07:22 PM (IST)
આઇપીએલમાં બુધવારે રમાયેલી કોલકત્તા અને મુંબઇની મેચને લઇને સારા તેંડુલકરે પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં કોલકાતાના ખેલાડી શુભમન ગિલનો એક વીડિયો શેર કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -