સૌરવ ગાંગુલીએ વર્લ્ડ કપમાં ભારતીય ટીમને ટાઈટલ જીતવા માટેનું પ્રબળ દાવેદાર ગણાવ્યું છે. ગાંગુલીએ કહ્યું કે, "આ 10 ટીમોનો વર્લ્ડ કપ છે અને પ્રત્યેક ટીમને એક બીજી ટીમ સામે રમવાનું છે. જો ભારત વર્લ્ડ કપમાં એક મેચ ન રમે તો તે કોઈ મોટો મુદ્દો નથી."
સચિને શુક્રવારે સુનીલ ગાવસ્કરના વિચારોનું સમર્થન કરતાં કહ્યું હતું કે ભારતને વિશ્વ કપમાં પાકિસ્તાન વિરૂદ્ધ રમવું જોઈએ. તેને હરાવીને બે પોઈન્ટ મેળવવા જોઈએ. તેનાથી વિપરીત ગાંગુલીએ હરભજન સિંહના વિચારોનું સમર્થન કર્યું. તેઓએ કહ્યું કે પાકિસ્તાનની સાથે તમામ પ્રકારના ક્રિકેટ સંબંધો ખતમ કરી દેવાં જોઈએ.