સાક્ષી ધોનીએ એમએસ ધોની સાથે એક તસવીર શેર કરી છે. જે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે. ધોની સોશિયલ મીડિયામાં વધારે એક્ટિવ રહેતો નથી પરંતુ, તેની પત્ની આ બાબતે ઘણી આગળ છે.
સાક્ષીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી પોતાનો અને ધોનીની તસવીર શેર કરી છે. આ તસવીરમાં ધોની બેડ પર સૂતો છે અને તેના હાથમાં મોબાઈલ છે, જેમાં તે કંઈક જોઈ રહ્યો છે. સાથે જ ધોનીના પગ સાક્ષીના ખોળામાં રાખેલા છે. આ દરમિયાન સાક્ષી, ધોનીના પગનો અંગુઠો મોંઢાથી ચાવવાનો પ્રયત્ન કરતી જોવા મળે છે.
આ તસવીર શેર કરતાં સાક્ષીએ કેપ્શનમાં લખ્યું કે , 'એવો સમય જ્યારે તમને મિસ્ટર સ્વીટીની અટેન્શનની ભૂખ હોય. સાક્ષીની આ પોસ્ટ પર ફેન્સ પણ પોતપોતાના રીએક્શન આપી રહ્યાં છે.