નવી દિલ્હી: ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ બુધવારે ઑસ્ટ્રેલિયાઈ ઓપન મિક્સ્ડ ડબલ્સ ઇવેન્ટમાંથી પોતાનું નાપ પરત લઈ લીધું છે. સાનિયાએ મિક્સ્ડ ડબલ્સમાં હમવતન રોહન બોપન્ના સાથે ભાગ લેવાનું હતું પરંતુ કાફ ઈન્જરીના કારણે તે વર્ષના પ્રથમ ગ્રેન્ડ સ્લેમ માટે ઉતરી નહીં શકે. સાનિયા મિર્ઝા હાલમાં જે બે વર્ષના લાંબા બ્રેક બાદ ટેનિસમાં વાપસી કરી હતી અને હોબાર્ટ ઈન્ટરનેશનલ વિમેન્સ ડબલ્સનો ખિતાબ પણ જીત્યો હતો. જોકે, સાનિયા ઓસ્ટ્રેલિયાઈ ઓપનમાં વિમેન્સ ડબલ્સમાં ભાગ લેશે. સાનિયા મિર્ઝા ગુરુવારે યૂક્રેનની નાદિયા કિચનોક સાથે વિમેન્સ ડબલ્સ સાથે મુકાબલો કરશે. તેનો મુકાબલો ચીની જોડી જિંનયુન હાન અને લિન જૂ સાથે થશે.