નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તી લીધા બાદથી યુવરાજ સિંહ સતત ચર્ચામાં છે. હવે અહેવાલ આવી રહ્યા છે કે, યુવરાજ સિંહની નાના પડદે વાપસી થઈ રહી છે. અહેવાલ છે કે બે ચેનલ્સે યુવરાજ સિંહને રિઆલિટી શોની નવી સીઝન માટે ઓફર આપી છે. સલમાન ખાનના શો બિગ બોસ અને રોહિત શેટ્ટીના ખતરનાક શો માટે યુવરાજ સાથે વાત ચાલી રહી છે.
રોહિત શેટ્ટી ટૂંક સમયમાં જ ખતરો કે ખિલાડીની 10મી સિજનનું શુટિંગ શરૂ કરવા જઈ રહ્યાં છે. આ શો સિવાય યુવરાજને બિગ બોસની 13 મી સિઝન માટે પણ ઓફર મળી છે. જોકે યુવરાજ તરફથી આ મામલે કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ એવો દાવો કરવામાં આવે છે કે જો યુવરાજ ટીવીમાં આવશે તો જે તે ચેનલની ટીઆરપીમાં ઘણો વધારો થશે.
ઉલ્લેખનીય છે કે યુવરાજની નિવૃત્તી પર બોલિવૂડ તરફથી ઘણા સુભેચ્છા સંદેશ આવ્યાં હતા. બોલિવુડ સેલેબ્સ યુવરાજ સિંહની નિવૃત્તીને લઇને સોશિયલ મીડિયા પર પોતાના રિએક્શન્સ શૅર કરી રહ્યા છે.