નવી દિલ્હીઃ મે મહીનાના અંતમાં શરૂ થવા જઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા અંતિમ વનડે સીરીઝમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હાર આપી છે. સીરીઝના અંતિમ વનડેમાં 35 રને હાર થતા ભારતે સીરીઝ 2-3થી ગુમાવી હતી.
ટીમ ઇન્ડિયાના પૂર્વ બેટ્સમેન અને કોમેન્ટેટર સંજય માંજરેકર પણ ટીમ ઇન્ડિયાની હારથી નિરાશ છે અને તેણે ટીમની હાર બાદ મિડલ ઓર્ડર બેટ્સમેન વિજય શંકર અને રિષભ પંત પર ભડક્યા છે.
સંજય માંજરેકરે મેચ બાદ ટ્વિટર પર લખ્યું, ‘હું વિજય શંકર અને પંતથી આ મેચ બાદ ખૂબ જ નિરાશ છું, બન્નેની પાસે પોતાનું કૌશલ્ય બતાવવાની શાનદાર દક હતી. શંકર પાસે મોટા શોટ્સ છે, પરંતુ તે પંત નથી. તેણે સ્ટ્રાઈક રેટ વધારીને રમવાનું શીખવું પડશે. નીચા શોટ્સ રમીને, જેમ કે તેના કેપ્ટન કરે છે.’
માંજરે કરે સાથે એ પણ સ્પષ્ટ કર્યું કે, અંતમાં વર્લ્ડકપ માટે ભલે કોઈપણ ટીમની પસંદગી કરવામાં આવી છે. પરંતુ મિડલ ઓર્ડરની જવાબદારી ખૂબ જ મહત્ત્વની રહેવાની છે.