DC Vs RR: દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મળેલી હાર બાદ રાજસ્થાન રૉયલ્સની મુશ્કેલીઓ વધતી દેખાઇ રહી છે. રાજસ્થાન રૉયલ્સના કેપ્ટન સંજૂ સેમસન પર સ્લૉ ઓવર રેટના કારણે 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આની સાથે જ સંજૂ સેમસન પર એક મેચનો બેનનો ખતરો પણ ઉભો થયો છે.
કેપ્ટન સંજૂ સેમસન ઉપરાંત તેના સાથી ખેલાડીઓ પર પણ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મેચમાં ધીમા ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે. સંજૂ સેમસન પર 24 લાખ રૂપિયાનો દંડ થયો છે, જ્યારે પ્લેઇંગ ઇલેવનના બાકી સભ્યો પર છ લાખ રૂપિયા કે તેની વ્યક્તિગત મેચ ફીનો 25 ટકા દંડ આપવો પડશે.
આઇપીએલ તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં રાજસ્થાન રૉયલ્સ પર થયેલી કડક કાર્યવાહી વિશે જાણકારી આપવામાં આવી. આ નિવેદનમાં કહેવામા આવ્યુ- આ ટીમની આઇપીએલ આચાર સંહિતા અંતર્ગત સત્રનુ બીજુ ઉલ્લંઘન હતુ જે ધીમા ઓવર રેટ સંબંધિત છે. રાજસ્થાન રૉયલ્સના કેપ્ટન સંજૂ સેમસન પર 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
સંજૂ સેમસન પર લટકી બેનની તલવાર-
આઇપીએલ કમિટી તરફથી આ સિઝન માટે સ્લૉ ઓવર રેટને લઇને એકદમ કડક નિયમ બનાવવામાં આવ્યા છે. સંજૂ સેમસન આ પહેલા પણ સ્લૉ ઓવર રેટના કારણે દંડ ઝીલી ચૂક્યો છે પહેલીવાર વાર આ ભૂલ કરવા પર સંજૂ સેમસન પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, જો રાજસ્થાનની ટીમ એક વાર સ્લૉ ઓવર રેટની દોષી ઠરે છે તો સંજૂ સેમસનને એક મેચનો બેન ઝેલવો પડશે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મળેલી હાર બાદ રાજસ્થાન રૉયલ્સ માટે પ્લેઓફની રાહ પણ મુશ્કેલ થઇ ગઇ છે. આગામી સ્ટેજમાં જગ્યા બનાવવા માટે રાજસ્થાનને પોતાની બાકી બચેલી પાંચ મેચોમાંથી ચાર મેચો હર હાલમાં જીતવી પડશે.