2009ના વર્લ્ડકપ વખતે મોટા ભાગની ટીમ મેનેજમેન્ટ તરફથી ખેલાડીઓને પોતાની પત્ની અથવા ગર્લફ્રેન્ડ સાથે એક જ રૂમમાં રહેવાની પરવાનગી નહોતી અપાઈ. આ ટીમોમાં પાકિસ્તાનનાં ટીમ મેનેજમેન્ટનો પણ સમાવેશ થાય છે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમના મેનેજમેન્ટ તરફથી દરેક ક્રિકેટરને કહેવામાં આવ્યું હતુ કે કોઈપણ ખેલાડી પોતાની પત્ની સાથે એક રૂમમાં ના રહી શકે. જો કે આ વાત પાકિસ્તાનની ટીમનાં પૂર્વ બૉલર સકલૈન મુશ્તાકને પસંદ આવી નહીં. મુશ્તાક પોતાની પત્નીને સ્વદેશ પરત જવા દેવા ઇચ્છતો નહોતો.
આ કારણે તેણે પોતાની પત્નીને હૉટલનાં રૂમનાં રાખી હતી. સકલૈને પત્ની સનાને કહ્યું કે, તું ઘરે નહીં જાય અને અહીં જ રહીશ. તે મારી સાથે હૉટલનાં રૂમમાં રહેતી હતી. મેનેજર અથવા કૉચ આવતા ત્યારે હું તેને કબાટમાં છૂપાઈ જવા કહેતો હતો.
મુશ્તાકે કહ્યું છે કે, એક દિવસ સાથી ખેલાડી અઝહર મહમૂદ અને મોહમ્મદ યૂસુફ રૂમમાં આવ્યા અને કેટલીક મિનિટ પછી હસવા લાગ્યા. તેમણે કહ્યું કે, તેમને ખબર જાણે છે કે, મારી પત્ની રૂમમાં છે એટલે ભાભીએ કબાટમાં છૂપાઈ રહેવાની જરૂર નથી.