FIFA WC Saudi Arabia: ફિફા વર્લ્ડ કપ 2022માં સાઉદી અરેબિયાએ મોટો અપસેટ સર્જીને ઈતિહાસ રચ્યો હતો. વાસ્તવમાં મંગળવારે રમાયેલી ફિફા વર્લ્ડ કપની મેચમાં સાઉદી અરેબિયાએ આર્જેન્ટિનાને 2-1થી હરાવ્યું હતું. આ જીત બાદ સમગ્ર સાઉદી અરેબિયામાં ઉજવણીનો માહોલ છે. આ ઉજવણીને બમણી કરવા માટે સાઉદી અરેબિયાના કિંગ ક્રાઉન પ્રિન્સ સલમાને આવતીકાલે રજા જાહેર કરી છે.


સાઉદી અરેબિયામાં રજા જાહેર કરવામાં આવી છે


ફિફા વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાને હરાવવાની ખુશીમાં સાઉદી અરેબિયાના કિંગ પ્રિન્સ સલમાને મોટો નિર્ણય લીધો છે. આરબ ન્યૂઝના જણાવ્યા અનુસાર, તેમણે આર્જેન્ટિનાને હરાવીને રજા સાથે અરેબિયાની જીતની ઉજવણી કરવાના સૂચનને મંજૂરી આપી દીધી છે.



પ્રિન્સ સલમાનના આદેશ બાદ હવે સાઉદી અરેબિયાની જીતની ઉજવણીમાં 23 નવેમ્બર બુધવારે તમામ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે સાઉદી અરેબિયાએ ફિફા વર્લ્ડ કપ 2022માં ઈતિહાસ રચ્યો છે. તેણે પોતાની મેચમાં આર્જેન્ટિનાને 2-1થી હરાવીને ઘણા રેકોર્ડ બનાવ્યા છે.