નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ પણ હવે પાકિસ્તાની પીએમ ઇમરાન ખાનને આડેહાથે લીધો છે. ગાંગુલીએ સહેવાગના ટ્વીટમાં રીટ્વીટ કરતાં ઇમરાન પર ભડક્યો હતો. આ ટ્વીટ ઇમરાનના યુએનજીએમાં આપેલા ભાષણને લઇને હતુ, અહીં ઇમરાન ખાને ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધને લઇને ધમકી આપી હતી.


ગાંગુલીએ સહેવાગના ટ્વીટને રિટ્વીટ કરતાં કહ્યું કે પાકિસ્તાની પીએમ ઇમરાન ખાનનુ સંયુક્ત રાષ્ટ્ર (UNGA)ના 74માં સત્રમાં આપેલુ ભાષણ એકદમ બકવાસ હતુ. તેમના દેશને શાંતિની જરૂર છે ત્યારે તે યુદ્ધની વાતો કરે છે, જેનાથી હું શૉક્ડ છુ.



ગાંગુલીએ કહ્યું કે, જેને આખી દુનિયા એક દિગ્ગજ ક્રિકેટર તરીકે જાણે છે, તે ઇમરાન યુદ્ધની વાતો કરે છે, તેને કહ્યું કે આ તે ઇમરાન નથી જે મહાન ક્રિકેટરની યાદીમાં છે, હું તેમના ભાષણથી શૉક્ડ છું.



ટ્વીટમાં રિટ્વીટ કરતાં લખ્યુ- વીરુ, હું આ જોઇ રહ્યો છું અને શૉક્ડ છુ... એક ભાષણ જે અણસાંભળેલુ છે... એક એવી દુનિયા જેને શાંતિ જોઇએ, એક દેશ તરીકે પાકિસ્તાનને આની સૌથી વધુ જરૂર છે.. અને તેમના નેતા આવી બકવાસ કરે છે... નહીં ઇમરાન ખાન ક્રિકેટરની દુનિયામાં હતા તે નથી, સંયુક્ત રાષ્ટ્રમાં તેમનુ ભાષણ બકવાસ હતુ.


નોંધનીય છે કે પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સહેવાગે થોડાક દિવસો પહેલા પાકિસ્તાની પીએમ ઇમરાનના સંયુક્ત રાષ્ટ્રમાં આપેલા ભાષણનો વીડિયો શેર કરીને મજાક ઉડાવી હતી. હવે આમાં ગાંગુલી પણ સામેલ થઇ ગયો છે.