શમી પણ કોહલીની જેમ બૉલીવુડ એક્ટ્રેસ સાથે લગ્ન કરવા માંગતો હતોઃ હસીન જહાં
નોંધનીય છે કે, શમીને તેની પત્ની હસીન જહાંએ સતત આરોપોથી ઘેરી લીધો છે. તેને અન્ય મહિલા કરાચીની અલિશ્બા નામની યુવતી સાથે પણ સંબંધો હોવાની વાત કહી છે. હસીન જહાંના જણાવ્યા પ્રમાણે, અલિશ્બા કરાચીમાં રહે છે અને તે પ્રોસ્ટિટ્યુટ છે. આ દાવો કરીને જહાંએ લખ્યું છે કે, ''શરમ હયા બેચ દી હૈ.'' હસીન જહાંએ કરેલા ધડાકા પછી શમીએ આ આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા પણ હસીને મૂકેલા ફોટા અને તસવીરો જોયા પછી આ વાત માનવી મુશ્કેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશમી પર હસીન જહાં નવા નવા આરોપો લગાવી રહી છે. હવે ક્રિકેટર પર એક નવો આરોપ પત્નીએ લગાવ્યો છે, તેને જણાવ્યું કે, મોહમ્મદ શમી વિરાટ કોહલીની જેમ બૉલીવુડ એક્ટ્રેસ સાથે લગ્ન કરવા માંગતો હતો, તેને એવું લાગે છે કે મારી સાથે લગ્ન કરીને તેને ઉતાવળ કરી લીધી છે. મે શમી માટે મારી મૉડલિંગ કેરિયર પણ છોડી દીધી. નોંધનીય છે કે, હસીન જહાં લગ્ન પહેલા કોલકતા નાઇટરાઇડર્સની ચીયરલીડર રહી ચૂકી છે.
ફિક્સિંગનો આડકતરો આક્ષેપ મુકવાની સાથે હસિન જહાંએ કહ્યું કે અલ્લાહ ન કરે કે આવું કંઇક (ફિક્સીંગ જેવુ) હોય, પણ જો તે મારી સાથે ફ્રોડ કરી શકે તો દેશની સાથે પણ ફ્રૉડ કરી શકે છે. મારી પાસે સબુત છે તમે દુબઇને એ હોટલમાં જઇને જુઓ કે તે ચોક્કસ તારીખે શમીએ સિંગલ એડલ્ટ નામથી રૂમ બુક કરાવ્યો હતો કે નહીં. શમીએ શેના નાણાં લીધા છે. મારી પાસે રેકોર્ડિંગ છે. જ્યારે મે તેની સાથે આ અંગેની વાત કરી ત્યારે તેને કબલાત કરી કે હા, મે નાણાં લીધા હતા. જોકે મોહમ્મદભાઇ કોણ છે, શુ કરે છે. આલિશ્બા સાથે નાણાનું શું કલેક્શન છે, તે બધા પ્રશ્નોના જવાબ હવે શોધવાના છે.
હસીન જહાંએ એવો પ્રશ્ન પણ કર્યો કે બોર્ડે બુક કરેલી હોટલમાં કોઇ અજાણી યુવતી કઇ રીતે જઇ શકે છે, તેને વધુમાં જણાવ્યું કે, આલિશ્બા પાકિસ્તાનના કરાંચીની યુવતી છે, શમી તેને બોલાવે છે, તેના માટે રૂમ બુક કરાવે છે. પછી શમીએ એવો ખુલાસો કર્યો કે આલિશ્બાએ તેને નાણાં આપ્યા છે યુકેમાં રહેતા મોહમ્મદ ભાઇએ આલિશ્બા મારફતે નાણાં પહોંચાડ્યા હતા. તને શા માટે નાણાં આપવામાં આવ્યા તે મને ખબર નથી. મને આ અંગે શમીએ ક્યારેય કશું જણાવ્યું નથી.
નવી દિલ્હીઃ આજકાલ ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી પોતાની પત્ની હસીન જહાંનાં ગંભીર આરોપોથી પરેશાન છે. શમીની પત્ની હસીન જહાંએ તેના પર કેટલીય મહિલાઓ સાથે અનૈતિક સંબંધ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. મંગળવારે તેની પત્ની હસીન જહાંએ સોશ્યલ મીડિયા પર શમીની સાથે અન્ય મહિલાઓના સ્ક્રીનશૉટ્સ શેર કર્યા હતા.
હસીન જહાંએ શમી પર ઘરેલું હિંસાનો પણ આરોપ મુક્યો છે, એક ન્યૂઝ ચેનલેને આપેલા ઇન્ટરવ્યૂમાં હસીન જહાંએ કહ્યું હતું કે શમીએ દેશની સાથે પણ બેવફાઇ કરી શકે છે, શમીએ દુબઇમાં આલિશ્બા નામની પાકિસ્તાની યુવતી પાસેથી નાણાં લીધા હતાં, મારી પાસે તે અંગેના પુરાવા પણ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -