શમી બોલીવુડ એક્ટ્રેસને પરણવા માગે છે તેવા પત્નિના આક્ષેપ પાછળ કઈ હીરોઈન તરફ ઈશારો ?
મોહમ્મદ શમીએ પોતાની પત્નીના આરોપો પર મીડિયાની સામે નિવેદન આપ્યું છે, તેને કહ્યું કે, મારા પર લગાવેલા બધા આરોપો પાયા વિહોણા છે, તેના પાછળ જરૂર કોઇનું ષડયંત્ર છે. હું બધુ જાણ્યા પછી જ કહી શકુ છું. હું પહેલા જેવો હતો તેવો જ રહે. આ મારી રમતને ખરાબ કરવાનું કાવતરું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅન્ય યુવતીઓ સાથે શમીની તસવીરો અને ચેટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા બાદ હસીન જહાંએ કહ્યું કે, શમી એક સેલિબ્રિટી સાથે લગ્ન કરવા માંગતો હતો. હસીને જહાં મુજબ, ‘વિરાટ કોહલીની જેમ શમી પણ બોલીવુડ એક્ટ્રેસ સાથે લગ્ન કરવા માંગતો હતો. તેને લાગતું હતું કે મારી સાથે લગ્ન કરીને એક મોટી ભૂલ કરી છે. છેલ્લા બે વર્ષ દરમિયાન શમીએ મને હેરાન કરવાનો કોઇ મોકો છોડ્યો નથી.’
‘શમીએ મને માનસિક અને શારીરિક રીતે એટલી હેરાન કરી કે મારે મોડલિંગ કરિયર અને નોકરી પણ છોડી દેવી પડી. તે વારંવાર મારી પાસે તલાક માંગતો હતો. તે ગત વર્ષે શ્રીલંકા ટૂર પર તેની સાથે પાકિસ્તાની ગર્લફ્રેન્ડને સાથે લઇ જવા ઇચ્છતો હતો. તે કોઈ પણ સોશિયલ ઇવેન્ટ પર મને સાથે લઇ જવાથી બચતો હતો.’
નવી દિલ્હીઃ પત્ની હસીન જહાં દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી મુશ્કેલીમાં મુકાયો છે. હસીને તેની પર ન માત્ર બેવફાઈનો આરોપ લગાવ્યો પરંતુ શારીરિક અને માનસિક રીતે પરેશાન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. હસીન જહાંએ આટલેથી ન અટકતાં કહ્યું કે, શમી વિરાટ કોહલીની જેમ એક બોલીવુડ એક્ટ્રેસ સાથે લગ્ન કરવા માંગતો હતો. હસીનની ફરિયાદના આધારે કોલકાતામાં આજે આઈપીસીની વિવિધ કલમો અંતર્ગત શામી સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ કહ્યું કે, રમતની સાથે સમાધાન કરવાનો આરોપ પાયાવિહોણો છે અને તે આમ કરવાની જગ્યાએ મરવાનું પસંદ કરશે, તેમને કહ્યું કે તેની પત્ની હસીનજહાં અને તેમના પરિવારે કહ્યું હતું કે તે લોકો દરેક મુદ્દા પર બેસીને વાત કરશે, પણ હવે ખબર નથી કે તેમની પત્નીને કોણ ભડકાવી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -