સુપ્રીમ કોર્ટનો સપાટો, BCCIના પ્રમુખપદેથી અનુરાગ ઠાકુરની હકાલપટ્ટી
છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે અનુરાગ ઠાકુરને ચેતવણી આપી કહ્યુ હતું કે, ખોટી ગવાહી માટે બોર્ડના અધ્યક્ષને સજા કેમ ના કરવામાં આવે? તેમના પર કોર્ટની અવમાનનાનો કેસ ચલાવવામાં આવી શકે છે. જો વિના શરત માફી ના માંગી તો તેમને જેલ જવું પડી શકે છે. અનુરાગ પર આરોપ છે કે તેમણે કોર્ટમાં ખોટું બોલ્યા હતા અને સુધાર પ્રક્રિયામાં અવરોધ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુપ્રીમ કોર્ટે છેલ્લી સુનાવણી વખતે આ મામલે ભારે નારાજગી દર્શાવી હતી અને એવી ટિપ્પણી કરી હતી કે બોર્ડના હોદ્દેદારોને ક્રિકેટ કરતા વધારે પોતાના સ્વાર્થની ચિંતા છે. સુપ્રીમ કોર્ટ અન્ય રાજકારણીઓને પણ બોર્ડમાંથી હટાવી શકે છે.
સુપ્રીમ કોર્ટે લોઢા કમિટિની એ ભલામણનો તાત્કાલિક અમલ કરવા કહ્યુ હતું કે જેમાં રાજકારણીઓને ક્રિકેટ બોર્ડના હોદ્દા પરથી દૂર કરવાનું કહેવાયુ છે. જોકે, ક્રિકેટ બોર્ડે આ ભલામણ સામે આંખ આડા કાન કરીને કોઇ નક્કર કામગીરી કરી ન હતી.
સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇના સેક્રેટરી પદેથી અજય શિર્કેને પણ હટાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે નિમેલી લોઢા સમિતિએ બોર્ડમાં સુધારા કરવા માટે ભલામણો કરી હતી. આ ભલામણોનો અમલ કરવામાં ક્રિકેટ બોર્ડના સતાધીશો નિષ્ફળ નિવડ્યા હતા.
મુંબઇઃ સુપ્રીમ કોર્ટે આજે સપાટો બોલાવતા ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડના પ્રમુખ પદેથી બીજેપી નેતા અનુરાગ ઠાકુરની હકાલપટ્ટી કરી હતી. ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) માં સુધારાની પ્રક્રિયામાં ઠાકુર અવરોધ ઉભો કરતા હોવાની ટિપ્પણી સુપ્રીમ કોર્ટે કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -