જાણો કોણ છે ઇસ્તાંબૂલમાં આતંકી હુમલાનો ભોગ બનનારી ગુજરાતી યુવતી ખુશી શાહ, શું છે બોલીવુડ કનેક્શન?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસલમાન ખાનના પરિવાર સાથે પણ તે નીકટતા ધરાવતી હતી. સલમાનના પરિવાર માટે પણ તે કામ કરી ચૂક્યા હતા. ખુશીઝ એટ ડૉટ કોમના નામે તે વેબસાઈટ પણ ધરાવે છે. ખુશીએ યુરોપ અને અમેરિકામાં ફેશન ડિઝાઈનની તાલીમ લીધી હતી. અને તે પોતાના વ્યવસાયિક આશયથી ઈસ્તાંબુલની મુલાકાતે ગઈ હતી. જ્યાં આતંકી હુમલામાં તેનું મોત નીપજ્યું.
મોટે ભાગે તે મહિલાઓ માટે ડ્રેસ ડિઝાઈન કરતી હતી અને નામાંકિત ફિલ્મ સ્ટારર્સ પણ ખુશીએ તૈયાર કરેલા ડ્રેસ પહેરવાનું પસંદ કરતા હતાં. તેમણે કેટલાંક ફેમસ ફેશન શો પણ કરેલાં છે. જેમાં વિલ્સ લાઈફ સ્ટાઈલ ઈડિંયા ફેશન વીક શો 2013નો પણ સમાવેશ થાય છે. આ ફેશન શોમાં ફિલ્મ અભિનેતા અરબાઝ ખાને તેના લોંચમાં હાજરી આપી હતી.
ખુશી છેલ્લાં બે વર્ષથી મુંબઈમાં સ્થાયી થઈ હતી. ખુબ ટૂંક ગાળામાં તેણે દેશની એક નામાંકિત ફેશન ડિઝાઈનર તરીકેની નામના હાંસલ કરી હતી. નાની ઉંમરમાં તેમણે પોતાની જાતને મુંબઈમાં એક ફેમશ ડિઝાઈનર તરીકે પ્રસ્થાપિત કરી હતી. મુંબઈના જૂહુ ખાતે ખુશીઝ નામે તે બુટીક ધરાવતી હતી.
વડોદરાઃ તુર્કીના ઇસ્તંબૂલ ખાતે 31 ડિસેમ્બરની રાત્રીએ ન્યૂ યર પાર્ટીમાં સાન્તાના વેશમાં કરવામાં આવેલા આતંકી હુમલામાં વડોદરાના મૂળની 27 વર્ષિય યુવતી ખુશી શાહનું મોત નિપજ્યું છે. વડોદરામાં રહેતા અને અંકલેશ્વર ખાતે કેમીકલની ફેક્ટરી ધરાવતાં અશ્વિનભાઇ શાહ (રહે.સેવાસી ગામ, એન્ટીકા)ની દિકરી ખુશી (ઉ.વ.27) વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે અને તાજેતરમાં તે બિઝનેસના કામે ઇસ્તંબુલ ખાતે ગઇ હતી.
ખુશીના નજીકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, ફેશન ડિઝાઇનિંગમાં માસ્ટર્સની ડિગ્રી મેળવ્યાં બાદ ખુશીએ પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે, ખુશીએ વિદેશમાં અભ્યાસ કર્યા બાદ તેણે પોતાનો બિઝનેસ મુંબઇમાં શરૂ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -