India vs SA 2nd T20: સીરીઝ પોતાના નામે કરવા મેદાનમાં ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો ક્યા-ક્યારે રમાશે મેચ
સેન્ચૂરિયનઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ ટી-20 સીરીઝની મેચ આજે રમાશે, વિરાટ સેના આજની મેચ જીતીને સીરીઝ પર કબ્જો જમાવવાના ઇરાદે મેદાનમાં ઉતરશે તો સામે સાઉથ આફ્રિકા સીરીઝ બચાવવાની કોશિશ કરશે. અહીં આજની ટી-20 મેચ ક્યારે અને ક્યાં રમાશે તેવા વિશે માહિતી આપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીમ ઇન્ડિયા અત્યારે ફૂલ ફોર્મમાં ચાલી રહી છે, ઓપનર શિખર ધવન, બૉલર ભુવનેશ્વર કુમાર અને સાથી ખેલાડીઓએ વિપક્ષી ટીમ આફ્રિકાની પરેશાન કરીને રાખી છે.
સંભવિત ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, સુરેશ રૈના, મહેન્દ્ર સિંઘ ધોની (વિકેટ કિપર), દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, મનીષ પાંડે, અક્ષર પટેલ, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, જયદેવ ઉનડકટ, શાર્દૂલ ઠાકુર.
ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે ટી-20 સીરીઝનો બીજો મુકાબલો આફ્રિકાના સેન્ચૂરિયનના સુપર સ્પૉર્ટ પાર્કમાં રમાશે, જે ભારતીય સમયાનુસાર રાત્રે 09.30 વાગે પ્રસારિત થશે. મેચોનું પ્રસારણ સોની ટેન સ્પૉર્ટ્સ, સોની સિક્સ/hd પર જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, પહેલી ટી-20 ભારતીય ટીમે 28 રનથી જીતીને સીરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે, હવે આજની મેચ જીતીને સાઉથ આફ્રિકા સીરીઝમાં એક-એકથી બરાબરી કરવા ઉતરશે.
સંભવિત સાઉથ આફ્રિકન ટીમઃ જેપી ડ્યૂમિની (કેપ્ટન), ફરહાન બહર્ડિયન, જુનિયર ડાલા, રેજા ડેન્ડ્રિક્સ, ક્રિસ્ટિયન જોન્કર, હેનરિક ક્લાસેન (વિકેટ કિપર), ડેવિડ મિલર, ક્રિસ મૉરિસ, ડેન પીટરસન, એરોન ફાંગિસો, એન્ડિલ ફેહલકવાયો, તવરેજ શમ્સી, જૉન સ્મટ્સ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -