ઈન્દોરમાં વિન્ડિઝ સામેની વન ડે મેચ આયોજકોએ રદ કરી, કારણ જાણીને લાગી જશે આંચકો, જાણો વિગત
સ્ટેડિયમના પેવેલિયનની દર્શક ક્ષમતા 7200 છે. બંધારણ મુજબ આયોજકોને 720 ટિકિટ મળશે. પરંતુ ક્રિકેટ બોર્ડે 1300 ટિકિટ માગી. અહીંથી વિવાદ શરૂ થયો. એમપીસીએ નવા બંધારણનો હવાલો આપી બોર્ડના સીઈઓ રાહુલ જોહરી અને કમીટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સને 3 ઈમેલ (8, 21 અને 24 સપ્ટેમ્બરે) મોકલી જવાબ માગ્યો. જવાબ ન આવતા એસોસિએશને મેચ નહીં કરાવવાનો નિર્ણય કર્યો. આ દરમિયાન બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે અમે મેચ શિફ્ટ કરવા નથી માગતા, પરંતુ ટિકિટને મુદ્દો બનાવાશે તો મેચ બીજી જગ્યાએ રમાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહોલકર સ્ટેડિયમમાં પહેલા થયેલી મેચોમાં લગભગ 19,000 ટિકિટ જ પ્રેક્ષકોને વેચાતી હતી. આ વખતે તે 24,840 થઈ છે. આથી આયોજકો પાસે ટિકિટો ઓછી બચી. પહેલા આયોજક બોર્ડ, સ્પોન્સર, ક્રિકેટ એસો. સાથે સંકળાયેલા પદાધિકારીઓ સહિત અન્ય અધિકારીઓના નજીકના અંદાજે 8500 લોકોને ટિકિટ વહેંચતા હતા. આ વખતે એવું નથી થઈ શક્યું. એવામાં બધી બાજુથી નારાજગીનો સામનો કરવો પડી શકે છે.
બોર્ડના નવા બંધારણ મુજબ દરેક મેચની 90% ટિકિટ સામાન્ય પ્રેક્ષકોને વેચાશે. આયોજકોને 10% પાસ મળશે. આ પહેલા આયોજક વીઆઈપીના નામે ટિકિટ વેચતા જ નહોતા. સ્ટેડિયમની પ્રેક્ષકોની ક્ષમતા 27600 છે. એવામાં આયોજકોને માત્ર 2760 ટિકિટ મળશે, 24840 ટિકિટ વેચાશે. બીસીસીઆઈએ તેમાંથી 5% એટલે કે 1360 ટિકિટ માગી છે. 2017માં વિન્ડિઝ પ્રવાસમાં મ.પ્ર. ક્રિકેટ એશો.ના સચિવને મેનેજર બનાવાયા હતા. પરંતુ સીઓએએ તેમને રોકી દીધા હતા. આ વિવાદને આ સંદર્ભમાં જોવાય છે.
બીસીસીઆઈએ મેચના વધુ પાસ માગવાના કારણે આ નિર્ણય લેવાયો છે. મેચના આયોજન માટે બીસીસીઆઈ તરફથી મોકલાયેલા એગ્રીમેન્ટમાં તેમને પેવેલિયન બ્લોકની 1300 ટિકિટો મળવાની હતી. પરંતુ આયોજકો પાસે તેના માટે માત્ર 720 ટિકિટ ઉપલબ્ધ હતી. આ સંબંધમાં બીસીસીઆઈને ત્રણ ઈ-મેલ કર્યા બાદ કોઈ જવાબ નહોતો મળ્યો તો આયોજકોએ મેચ નહીં કરાવવાનો નિર્ણય લીધો.
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટઇન્ડીઝની વચ્ચે વનડે સીરીઝનો બીજો મેચ 24 ઓક્ટોબર (બુધવારે) ઇન્દોર (મધ્ય પ્રદેશ)માં રમાવાનો ઠે. કાર્યક્રમ બન્યા બાદ શહેર અને રાજ્યના ક્રિકેટ પ્રેમી આ મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા પરંતુ હવે તેમને નિરાશા મળી શકે છે. મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિએસને આ વનડેનું આયોજન કરવાની અચાનક ના પાડી દીધી છે. આખરે એસોસિએશને આવો નિર્ણય શા માટે લીધો એ જાણીને તમે પણ ચોંકી જશો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -