સેહરના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા નીશમે તેની ઓફરને ફગાવી દીધી હતી. જિમ્મી નિશમે પોતાના ટ્વીટમાં લખ્યુ કે બાકી બધુ તો ઠીક છે પણ તમે તમારા ટ્વીટમાં છેલ્લે છે ઇમોજી આપ્યા છે તે જરૂરી ન હતા.
સેહરના આ પ્રસ્તાવ પર જિમ્મી નિશમે જેવો જવાબ આપ્યો કે તેણે તરત જ તેને પોતાના પ્રશંસકો સાથે શેર પણ કરી દીધુ. સેહરનું આ ટ્વીટ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ ગયુ અને તેના પછી સેહરે વધુ એક ટ્વીટ કરીને ભારતીય ફેંન્સ પર નિશાન સાધ્યું.
તેણે ટ્વીટ કર્યુ કે, નિશમે મારા પ્રસ્તાવ પર જવાબ શું આપ્યો કે ઇન્ડિયામાં જાણે મરચાનો વરસાદ થઇ ગયો. ત્યાંના લોકો જિમ્મીને કહી રહ્યા છે કે આનાથી દૂર રહો આ એક આતંકવાદી દેશ છે, જેમ કે તે મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર હોય.