આ મોટી ટૂર્નામેન્ટમાં એકસાથે રમતા દેખાશે સહેવાગ અને આફ્રિદી, બન્યા આઇકૉન પ્લેયર
આ લીગમાં દસ દિવસોની અંદર 29 મેચો રમાશે, જ્યારે ગયા વર્ષે આ ટૂર્નામેન્ટ ચાર દિવસની જ હતી. ટી-10 લીગમાં રોશન મહાનામા અને વસીમ અકરમને ટેકનિકલ સમિતિ અને પ્રતિભા તલાશ કાર્યક્રમના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે.
આમાં આઠ ટીમો કેરાલા કિંગ્સ, પંજાબ લિજેન્ડ્સ, મરાઠા અરેબિયન્સ, બંગાળ ટાઇગર્સ, કરાચિયન્સ, રાજપુત્સ, નૉર્થન વૉરિયર્સ અને પખતૂન્સ ભાગ લેશે. આ વર્ષે કરાચિયન્સ અને નૉર્થન વૉરિયર્સ પહેલીવાર રમશે.
આ ટૂર્નામેન્ટમાં સહેવાગ, આફ્રિદી અને મેક્કુલમ જેવા દિગ્ગજો એકસાથે રમતા જોવા મળશે. આમાં શેન વૉટસન, શાહિદ આફ્રિદી, ઇયોન મોર્ગન, રાશિદ ખાન, શોએબ મલિક, સુનિલ નરેન, ડેરેન સૈમી જેવા નામચીન ખેલાડીઓ પણ દેખાશે.
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ઓપનર વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગને 23 નવેમ્બરે શરૂ થઇ રહેલી દુનિયાની પહેલી 10-10 ઓવરોની લીગમાં આઇકૉનમાં સિલેક્ટ કરવામાં આવ્યો છે. સહેવાગ ઉપરાંત પૂર્વ પાકિસ્તાની ખેલાડી આફ્રિદી અને ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમ પણ ટૂર્નામેન્ટના બીજા સત્રામાં આઇકૉન સિલેક્ટ કરવામાં આવ્યા છે. આ લીગને આઇસીસી અને ઇસીબીની માન્યતા પ્રાપ્ત છે.