નવી દિલ્હીઃ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ત્રણ મેચની વન ડે શ્રેણી પૈકી પ્રથમ વન ડેમાં ટીમ ઈન્ડિયાના વિકેટકિપર રિષભ પંતને માથામાં બોલ વાગ્યો હતો. જે બાદ સમગ્ર સીરિઝમાં બેટ્સમેન લોકેશ રાહુલે વિકેટકિપિંગ કર્યું હતું. તેણે બીજી વન ડેમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન ફિંચનું શાનદાર સ્ટંપિંગ પણ કર્યું હતું.

આ દરમિયાન ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સહેવાગે કહ્યું કે, જો લોકેશ રાહુલ ટી-20માં પાંચમા નંબર પર પાંચ ઈનિંગમાં નિષ્ફળ જશે તો મેનેજમેન્ટ તેના સ્થાન પર જાળવી નહીં રાખે. ધોનીના સમયમાં આવું નહોતું થતું, દરેકને પૂરતા મોકો આપવામાં આવતા હતા. ધોની ખેલાડીઓ પર વિશ્વાસ મુકતો હતો અને સમર્થન કરતો હતો.

તેણે એમ પણ કહ્યું કે, જ્યારે ધોની કેપ્ટન હતો ત્યારે ટીમ પસંદગીમાં સ્પષ્ટતા રહેતી હતી. ધોનીની કેપ્ટનશિપમાં દરેક ખેલાડીના સ્થાન અંગે સ્પષ્ટતા હતા. તે પ્રતિભાનો પારખું હતો. તેણે જે ખેલાડીઓને ઓળખ્યા અને તક આપી તે ભારતીય ક્રિકેટને ઘણા આગળ લઈ ગયા છે.

સહેવાગે એમ પણ કહ્યું કે, રાહુલને પણ એમએસ ધોનીની જેમ વધુ તક મળી જોઈએ. તે પાંચમા ક્રમે ટીમ માટે ફિનિશરની ભૂમિકા નિભાવી શકે છે. તે સાથે જ ટીમને એક સારો વિકેટકીપર મળી જશે.

અંડર 19 વર્લ્ડકપઃ ભારતે જાપાનને 10 વિકેટથી હરાવ્યું, જાપાનના 5 બેટ્સમેનો ખાતું પણ ન ખોલી શક્યા

અમિત શાહે કહ્યું- 3 મહિનામાં શરૂ થઈ જશે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, જાણો વિગત