પ્રથમ બેટિંગ કરતા જાપાનની શરૂઆત ખરાબ રહી હતી. 20 રનમાં તેમની પાંચ વિકેટ પડી ગઈ હતી. કાર્તિક ત્યાગી અને સ્પિનર રવિ બિશ્નોઇએ સતત બે બોલમાં બે વિકેટ લીધી હતી. કાર્તિકે કેપ્ટન માર્કેટ થર્ગેટ (1), નીલ દાતે (0)ને આઉટ કર્યા હતા. ત્યારબાદ બિશ્નોઇએ શૂ નાગોચી (7) અને કજૂમાશા (0)ની વિકેટ લીધી હતી. બિશ્નોઇએ 8 ઓવરમાં 5 રન આપીને 4 વિકેટ, જયારે ત્યાગીએ ત્રણ અને આકાશ સિંહે 2 વિકેટ લીધી હતી. ભારતે મેચમાં ત્રણ ફેરફાર કર્યા હતા. દિવ્યાંશ સક્સેના, શુભમ હેગડે અને સુશાંત મિશ્રાની જગ્યાએ કુમાર ખુશાગ્ર , શાશ્વત રાવત અને વિદ્યાધર પાટિલને પ્લેઈંગ 11માં જગ્યા મળી હતી.
મેચની ખાસ વાત એ હતી કે જાપાનની ઈનિંગ દરમિયાન કોઈપણ બેટ્સમેન બે આંકડામાં પહોંચી શક્યો નહોતો. તેના 5 બેટ્સમેનો તો ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. જાપાનની ઈનિંગના 42 રનમાંથી 19 રન એકસ્ટ્રા હતા.
માતાને બર્થ ડે પર કસીનોમાં લઈ ગયો અક્ષય કુમાર, જણાવી કેમ ખાસ છે જગ્યા, જાણો વિગત
અમિત શાહે કહ્યું- 3 મહિનામાં શરૂ થઈ જશે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, જાણો વિગત
Hyundai એ લોન્ચ કરી કોમ્પેક્ટ સેડાન Aura, કિંમત 6 લાખ રૂપિયાથી પણ ઓછી, જાણો કેવા છે ફીચર્સ