પાકિસ્તાનના આ ક્રિકેટરે વન ડે ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ, કારણ જાણીને આશ્ચર્યમાં પડી જશો
અઝહર 67 ટેસ્ટમાં 14 સદી અને 29 સદીની મદદથી 5303 રન બનાવી ચુક્યો છે. જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 302 રન નોટઆઉટ છે.
અલીએ 49 T20માં 104.7ના સ્ટ્રાઇક રેટછી 985 રન નોંધાવ્યા છે. ટી20માં તેનો સર્વોચ્ચ સ્કરો 72 રન છે.
અઝહરે તેની અંતિમ વન ડે ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ન્યુઝિલેન્ડ સામે રમી હતી. તેણે 53 વન ડેમા પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાં તેણે 36.90ની સરેરાશ થી 1845 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 3 સદી ફટકારવાની સાથે 12 અડધી સદી પણ મારી છે.
લાહોરમાં પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું, મેં ફેંસલો લેતા પહેલાં મુખ્ય પસંદગીકર્તા, કેપ્ટન અને પીસીબીના ચેરમેન સાથે વાત કરી હતી. મેં ઘણો વિચાર કર્યા પછી આ ફેંસલો લીધો છે.
લાહોરઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના સીનિયર બેટ્સમેન અઝહર અલીએ ગુરુવારે આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. ટેસ્ટ ક્રિકેટમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કરી શકાય તે માટે અલીએ આ ફેંસલો લીધો હતો. 33 વર્ષીય ખેલાડીએ કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટ પર ધ્યાન આપવાનો યોગ્ય સમય હોવાનું મને લાગ્યું હોવાથી આ નિર્ણય લીધો છે.