સીરીઝ જીતવાની સાથે જ વિરાટે તોડ્યો ધોની અને ડિવિલિયર્સનો આ રેકોર્ડ, હવે નજર સચીનના રેકોર્ડ પર
જ્યારે આ લિસ્ટમાં સચીન ટૉપ પર છે. સચીને અત્યાર સુધી મેન ઓફ ધ સીરીઝ બનાવાનો ખિતાબ 15 વાર જીત્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેન ઓફ ધ સીરીઝ બનવાની સાથે કોહલીએ મહેન્દ્ર સિંહ ધોની અને એબી ડિવિલિયર્સના રેકોર્ડનો તોડી નાંખ્યો, કોહલીએ સાતમી વાર મેન ઓફ ધ સીરીઝનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. જ્યારે ધોની અને ડિવિલિયર્સે પાસે આ ખિતાબ છ વાર આવી ચૂક્યો છે.
ઉલ્લેખનીય છે કે, આની સાથે વિરાટે સૌરવ ગાંગુલી, યુવરાજ સિંહ, વિવ રિચાર્ડ઼્સ, રિકી પોન્ટિંગ અને હાશિમ અમલા જેવા દિગ્ગજોની બરાબરી કરી લીધી છે.
સીરીઝમાં કોહલીએ એક અદભૂત રેકોર્ડ પોતાના નામે કરી લીધો, કોહલીએ સર્વાધિક મેન ઓફ ધ સીરીઝના રેકોર્ડમાં અનેક દિગ્ગજોને પાછળ પાડ્યો તો અનેકની નજીક પહોંચી ગયો છે.
નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ સામેની પાંચ વનડે સીરીઝને ટીમ ઇન્ડિયાએ જીત સાથે પુરી કરી છે. અંતિમ વનડેમાં ભારતે વિન્ડિઝને નવ વિકેટે માતે આપી સીરીઝ 3-1થી પોતાના નામે કરી લીધી. સીરીઝમાં કેટલાક ખેલાડીઓએ દમદાર પ્રદર્શન કર્યું જેમાં રોહિત શર્મા અને કેપ્ટન કોહલી ટૉપ પર છે. કોહલીએ ત્રણ સદી ફટકારવાની સાથે મેન ઓફ ધ સીરીઝની સિદ્ધી પણ પ્રાપ્ત કરી. કોહલીએ સીરીઝમાં 453 રન બનાવ્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -