આ અણગમતો રેકોર્ડ બનાવનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો શાહિદ આફ્રીદી
શાહિદ આફ્રીદીએ અત્યાર સુધીમાં અફઘાનિસ્તાન પ્રીમિયર લીગમાં ચાર મેચ રમ્યા છે જેમાં તેનો સ્કોર 1, 19, અણન 1 અને 0 રહ્યો છે. બોલિંગની વાત કરીએ તો અત્યાર સુધી તેણે માત્ર 2 વિકેટ લીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, સાતમાં નંબર પર બેટિંગ કરવા ઉતરેલ શાહિદ આફ્રીદી અહીં 0 પર આઉટ થઈ ગયો. એવું નથી કે આફ્રિદી પ્રથમ વખત 0 પર આઉટ થયો હોય પરંતુ આ વખતની વિકેટ કંઈક રસપ્રદ આંકડા સામે લઈને આવી છે. શાહિદના નામે એક એવો રેકોર્ડ નોંધાયો જે કોઈપણ ક્રિકેટ પોતાના નામે કરવા નહીં માગે. આફ્રિદી વિશ્વનો એકમાત્ર એવો ક્રિકેટ બની ગયો છે જે ટી20 ક્રિકેટમાં વિશ્વભરની તમામ ક્રિકેટલીગ કે ટૂર્નામેન્ટમાં શૂન્ય પર આઉટ થઈ ચૂક્યો છે.
આફ્રીદી આ ટૂર્નામેન્ટ કે લીગમાં 0 પર આઉટ થયો છેઃ ટી20 વર્લ્ડ કપ - આઈપીએલ - બિગ બૈશ લીગ - શ્રીલંકા પ્રીમિયર લીગ - બાંગ્લાદેશ પ્રીમિયર લીગ - ટી20 બ્લાસ્ટ - પાકિસ્તાન સુપર લીગ - અફઘાનિસ્તાન પ્રીમિયર લીગ .
નવી દિલ્હીઃ પાકિસ્તાનના મહાન પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રીધી ભલે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોવા ન મળતો હોય પરંતુ વિશ્વભરની ક્રિકેટ લીગમાં તે જરૂર જોવા મળે છે. આવી જ એક ક્રિકટ લીગ હાલમાં શરૂ થઈ છે- અફઘાનિસ્તાન પ્રીમિયર લીગ (એપીએલ). શાહિદ ફ્રીદી આ ટી20 લીગમાં પાક્તિયા પેન્થર્સ ટીમનો ભાગ છે. શુક્રવારે તેની ટીમનો મેચ કંધાર નાઈટ્સ ટીમ સાથે હતો પરંતુ અહીં શાહિદ આફ્રીદીએ એક એવો અણગમતો રેકોર્ડ પોતાના નામે કર્યો જે તે પણ ઇચ્છતા નહીં હોય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -