આજની મેચ પહેલા ભારત માટે સારા સમાચાર, બાંગ્લાદેશનો આ સ્ટાર ખેલાડી નથી રમવાનો ફાઇનલ, જાણો વિગતે
જોકે, શાકિબ-અલ-હસને આ ટૂર્નામેન્ટમાં બેટિંગમાં ખાસ દમ નથી બતાવ્યો, તેને 4 મેચોમાં 12.25ની એવરેજથી 49 રન જ બનાવ્યા છે, પણ બૉલિંગમાં 37.4 ઓવરોમાં 7 વિકેટ જરૂર ઝડપી છે. શાકિબ-અલ-હસનેની ઇજાના કારણે ટીમ મેનેજમેન્ટ ચિંતામાં પડી ગયુ છે. શાકિબને આંગળીમાં ઇજા પહોંચી છે જેના કારણે તે બુધવારે પાકિસ્તાન સામેની મેચમાં પણ ન હતો રમી શક્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ એશિયા કપ 2018માં શુક્રવારે રમાનારી ભારત સામેની ફાઇનલ મેચ પહેલાજ બાંગ્લેદશને એક જોરદાર ફટકો પડ્યો છે. ટીમનો અનુભવી અને સ્ટાર ખેલાડી શાકિબ-અલ-હસન ઇજાના કારણે બાંગ્લાદેશ પરત ફર્યો છે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ કેપ્ટન શાકિબ-અલ-હસને છેલ્લા કેટલાક સમયથી પોતાના પ્રદર્શનથી ફેન્સને નિરાશ કરી રહ્યાં હતો. તેને ક્રિકેટ બોર્ડને પણ પોતાને આરામ આપવાની વિનંતી કરી હતી.
રિપોર્ટ્ અનુસાર, શાકિબ-અલ-હસનને આંગળીમાં ઇજા પહોંચી હતી જેના કારણે દુઃખાવો વધી ગયો હતો. જેના કારણે તેને સ્વદેશ પરત ફરવું પડ્યું હતું. ફિજીયોની સલાહ પ્રમાણે, શાકિબ-અલ-હસન આગામી છ અઠવાડિયા સુધી ટીમમાંથી બહાર રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -