ઓસ્ટ્રેલિયાની હાર પર ભડક્યો આ દિગ્ગજ ક્રિકેટર, કહી દીધી ફેરફારની આ મોટી વાત
ત્રીજી ટેસ્ટમાં બૉલ ટેમ્પરિંગ વિવાદમાં પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ, ઉપકેપ્ટન ડેવિડ વોર્નર અને કેમરન બેનક્રૉફ્ટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. વોર્ને કહ્યું, ‘ઓસ્ટ્રેલિયાએ કેટલાય સવાલોના જવાબ આપવા પડશે અને કેટલાક મોટો પગલા ભરવા પડશે.’
વોર્ને કહ્યું, ‘દરેક બાબતે ફેરફાર જોઇએ. ટૉપ પર જેમ્સ સદરલેન્ડસેથી લઇને એક્સિલેન્સ પ્રમુખ પેટ હાવર્ડ સુધી. કૉચ, બેટિંગ કૉચ બધાને સમજવું પડશે.’
તેને કહ્યું, ‘ઓસ્ટ્રેલિયાને નવા લોકોની જરૂર છે, જેમને રમતની લઇને ઝનૂન હોય અને રમતને સમજે. જવાબદારી નક્કી હોવી જોઇએ. ઓસ્ટ્રેલિયા ટૉપ પર ફરી પાછી આવી શકે છે પણ યોગ્ય લોકોની જરૂર છે.’
નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકા પ્રવાસ પર ઓસ્ટ્રેલિયાની હારને લઇને હવે વિવાદ જાગ્યો છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની નિષ્ફળતા અને વિવાદો બાદ પૂર્વ દિગ્ગજ સ્પિનર શેન વોર્ન ભડક્યો, તેને કહ્યું કે, રમતના એક્કાઓની જવાબદારીઓ નક્કી હોવી જોઇએ. સાઉથ આફ્રિકાએ ચાર ટેસ્ટ મેચોની સીરીઝ 3-1થી જીતી જે ઓસ્ટ્રેલિયા સામે પોતાની ધરતી પર 1969-70 બાદ તેની પહેલી જીત હતી.