રાજસ્થાન રોયલ્સનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો આ દિગ્ગજ ખેલાડી, ‘ગુલાબી’ રંગમાં જોવા મળશે હવે આ બ્લૂ બ્રિગેડ
રાજસ્થાન રોયલ્સે ટીમની જર્સીનો રંગ બદલવાનો નિર્ણય કર્યો છે. આ સીઝનમાં ખેલાડી બ્લૂની જગ્યાએ ગુલાબી રંગની જર્સીમાં જોવા મળશે. ફ્રેન્ચાઈઝીએ જારી કરેલ નિવેદનમાં કહ્યું કે, ‘જયપુરને ગુલાબી નગરી તરીકે ઓળખવામાં આવે છે, જોધપુર ગુલાબી પત્થર માટે જાણતું છે અને ઉદયપુર ગુલાબી સંગમરમરનું ઉત્પાદન કરે છે. આ રીતે ગુલાબી રંગ ટીમ માટે યોગ્ય છે. તેનાથી ફેન્સ પણ જોડાયેલા હોવાનું અનુભવશે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ આઈપીએલની પ્રથમ સીઝન એટલ કે 2008માં પ્રથમ ખિતાબ જીત્યા બાદથી ખોવાઈ ગયેલ રાજસ્થાન રોયલ્સની ટીમ આ સીઝનમાં ફરી એક વખત ઈતિહાસ રચવા ઉતરશે. તેના માટે તેણે પોતાની ટીમમાં બે મોટા અને મહત્ત્વના ફેરફાર કર્યા છે.
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નને ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સત્ર માટે રાજસ્થાન રોયલ્સને રવિવારે ટીમના બ્રાન્ડ એમ્બેસ્ડર બનાવવાની જાહેરાત કરી છે. વોર્નના નેતૃત્વમાં રાજસ્થાન રોયલ્સે 2008માં આઈપીએલના પ્રથમ સિઝનનો ખિતાબ જીત્યો હતો. તે વિતેલા સત્રમાં ટીમના મેન્ટર હતા. આ વર્ષે આ ઓસ્ટ્રેલિયાયન ખેલાડી નવી ભૂમિકામાં જોવા મળશે.
રાજસ્થાન રોયલ્સે માટે ચાર વર્ષ સુધી કેપ્ટનશીપ કરનાર આ પૂર્વ ખેલાડીએ કહ્યું કે, ‘હું રોયલ્સની સાથે પરત આવીને ખુશ છું અને ટીમ અને પ્રશંસકોના સતત સમર્થન માટે આભારી છું. અમારા માટે એ જરૂરી છે કે સ્થાપિત મૂલ્યોને જાળવી રાખવાની સાથે એક નવી અને આધુનિક ઓળખ વિકસિત કરે. મને ટીમનો નવો લુક ખૂબ જ પસંદ છે અને આશા છે કે પ્રશંસક પણ તેને પસંદ કરશે.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -