IPL છોડી વતન પરત ફરશે રાજસ્થાનનો મેન્ટર શેન વોર્ન, લખ્યો ભાવુક સંદેશ
શેન વોર્ને મંગળવારે કોલકાતા નાઇટરાઇડર્સ સામેની મેચ દરમિયાન ફેરવેલ મેસેજ ટ્વિટ કરીને વતન પરત ફરતો હોવાની વાતની પુષ્ટિ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવોર્ને લખ્યું કે, મને તમારા પરિવાર સાથે જોડાવાનો મોકો આપ્યો તે બદલ રાજસ્થાન ટીમનો આભાર. મેં આ સીઝનમાં ટીમ સાથે વીતાલેવી દરેક ક્ષણનો આનંદ લીધો. આ દરમિયાન મેં નવા મિત્રો પણ બનાવ્યા. આ સીઝનમાં ટીમ સાથે રહેવું ઘણું સારું રહ્યું.
નવી દિલ્હીઃ વિશ્વના દિગ્ગજ સ્પિનરમાં સામેલ ઓસ્ટ્રેલિયાના શેન વોર્ને આઈપીએલ છોડીને વતન પરત ફરવાનો નિર્ણય કર્યો છે. આઈપીએલની પૂર્વ વિજેતા ટીમ રાજસ્થાન રોયલ્સના મેન્ટર શેન વોર્ને મંગળવારે કોલકાતા નાઇટરાઇડર્સ સામેની મેચ દરમિયાન ફેરવેલ મેસેજ ટ્વિટ કરીને આ વાતની પુષ્ટિ કરી હતી.
વોર્ને મુંબઈ ઈન્ડિયન્સ સામે મળેલી શાનદાર જીત બાદ જ વતન પરત ફરવાનું મન બનાવી લીધું હતું પરંતુ ટીમ માલિકોએ ટિકિટ રદ કરાવી દીધી હતી. જે બાદ તેણે ટ્વિટર પર લખ્યું હતું કે, મંગળવારે ઈડન ગાર્ડન્સમાં રાજસ્થાન અને કોલકાતા વચ્ચે રમાનારી આઈપીએલ મેચ તેની આ સીઝનની અંતિમ મેચ હશે.
પોતાની કેપ્ટનશિપમાં રાજસ્થાનને એક વખત આઈપીએલ ચેમ્પિયન બનાવી ચુકેલા વોર્ને કોલકાતા સામેની મેચ દરમિયાન ફેરવેલ મેસેજને પ્રશંસકો સાથે શેર કર્યો હતો.
શેન વોર્ન કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -