મહેન્દ્ર સિંહ ધોનીને ચેમ્પિયન બનાવનાર આ ખેલાડીએ ખરીદ્યું 47 કોરડનું આલીશાન ઘર
જણાવી દઈએ કે, શેન વોટસને થોડા સમય પહેલા IPLમાં CSK તરફથી રમતા કેટલીક તોફાની ઈનિંગ્સ રમી ટીમને ચેમ્પિયન બનાવી હતી. તેણે ફાઈનલમાં અણનમ 117 રન બનાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅહીં વાત થઈ રહી છે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર અને IPL11માં ચેન્નઈ સુપર કિંગ્સની જીતના હીરો શેન વોટસનની. તેણે સિડનીના દરિયાના પૂર્વ કિનારે એક શાનદાર ઘર ખરીદ્યું છે જેની કિંમત 47 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. વૉટસનનું આ ઘર આશરે 90 વર્ષ જૂનું છે પણ તેનું લૉકેશન અદભુત છે. 4 બેડરૂમ વાળા આ ઘરનું રિનોવેશન કામ ચાલી રહ્યું છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું ઘર હાલમાં જ ચર્ચામાં રહ્યું હતું. લગ્ન બાદ વિરાટ કોહલી પોતાના પત્ની અભિનેત્રી અનુષ્કા શર્માની સાથે મુંબઈના એક આલીશાન એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયો હતો. આ એપાર્ટમેન્ટની કિંમત 34 કરોડ હતી. જોકે હવે ધોનીને આઈપીએલ ચેમ્પિયન બનાવનાર ખેલાડીએ વિરાટ કોહલીથી પણ મોંઘું ઘર ખરીદ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -