એક સમયે ઓસ્ટ્રેલિયાની 79 રનમાં 5 વિકેટ પડી ગઈ હતી પરંતુ સ્મિથે જોરદાર બેટિંગ કરી અને ઓસ્ટ્રેલિયાના 200 રનની પાર પહોંચાડી હતી. ચોથા નંબરે બેટિંગ કરવા ઉતરેલો સ્મિથ 249 રનના સ્કોર પર 7મી વિકેટ પડી હતી.
45મી ઓવરના બીજા બોલ પર સ્મિથનો કેચ કોટરેલે બાઉન્ડ્રી પર ઝડપી પાડ્યો હતો. સ્મિથે બેક્વર્ડ સ્ક્વાયર લેગ સાઈડમાં શોટ ફટકાર્યો હતો જેને દોડીને એક હાથે કોટરેલે કેચ કરી સ્મિથને આઉટ કર્યો હતો. આ કેચ પકડતાની સાથે પેવેલિયનમાં બૂમાબૂમ થઈ ગઈ હતી.