વનડેમાં સૌથી ફાસ્ટ 5 હજાર રન ફટકારી દીધા આ બેટ્સમેને, કોહલી બાદ બન્યો બીજો ભારતીય, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Jan 2019 10:39 AM (IST)
1
શિખર ધવને 26મી વનડે ફિફ્ટી ફટકારવાની સાથે કોહલી બાદ સૌથી ફાસ્ટેસ્ટ પાંચ હજાર રન બનાવ્યા. શિખર ધવને 118 ઇનિંગમાં આ કારનામું કરી બતાવ્યુ છે. આમ કરનારો તે ત્રીજો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે જ્યારે બીજો ભારતીય બન્યો છે.
2
પહેલા નંબર પર સાઉથ આફ્રિકાનો બેટ્સમેન હાશિમ અમલા છે, તેને 101 ઇનિંગમાં 5 હજાર રન પૂરા કર્યા હતા. બીજા નંબર પર વિરાટ કોહલી અને વિવિયન રિચર્ડ્સને છે, બન્ને ખેલાડીઓએ 114 ઇનિંગમાં 5 હજાર રન પુરા કર્યા હતા.
3
4
નવી દિલ્હીઃ હાલમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે, પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડના માત આપ્યા બાદ ટીમ ઇન્ડિયાના બેટ્સમેન ચર્ચામાં છે. મેચમાં ઓપનર બેટ્સમેન શિખર ધવનનું બેટ ચાલ્યુ ને 75 રન ફટકારીને ટીમ ઇન્ડિયાને પ્રથમ મેચ જીતાડી. આ સાથે જ શિખર ધવનના નામે એક ખાસ રેકોર્ડ નોંધાયો તે છે સૌથી ઝડપી પાંચ હજાર રન બનાવવાનો રેકોર્ડ.