નવી દિલ્હીઃ ભારતનો ઓપનર અને વિસ્ફોટક બેટ્સમેન શિખર ધવન આઇપીએલ રમતાં રમતા જ વર્લ્ડકપની તૈયારીમાં જોડાઇ ગયો છે. શિખર ધવને કહ્યું કે, રિકી પોન્ટિંગ અને સૌરવ ગાંગુલી જેવા દિગ્ગજ કેપ્ટનો પાસેથી તે ઘણુબધુ શીખી રહ્યાં છે, વારંવાર સલાહ પણ લઇ રહ્યો છે, અને આને ફાયદો તેને 30 મેએ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનારા વર્લ્ડકપમાં મળશે.
ધવન આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ માટે રમી રહ્યો છે, તેના કૉચ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ છે અને સલાહકાર ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી છે.
ભારત માટે 128 વનડેમાં 5355 રન બનાવી ચૂકેલા ધવને કહ્યું , ‘હું નસીબદાર છું કે રિકી પોન્ટિંગ અને સૌરવ ગાંગુલીની સાથે કામ કરુ છુ, મને તેમના અનુભવથી ઘણુબધુ શીખવા મળી રહ્યું છે.’
ભારતનો આ ખેલાડી IPLમાં જ કરી રહ્યો છે વર્લ્ડકપની તૈયારી, બે પૂર્વ કેપ્ટનો પાસેથી લઇ રહ્યો છે ટિપ્સ
abpasmita.in
Updated at:
25 Apr 2019 03:20 PM (IST)
ધવન આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ માટે રમી રહ્યો છે, તેના કૉચ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ છે અને સલાહકાર ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -