મુંબઈઃ ભારતના ઓપનિંગ બેટ્સમેન શિખર ઘવન દક્ષિણ આફ્રીકા-એની સાથે જારી પાંચ મેચની સીરિઝની અંતિમ બે મેચ માટે ઇન્ડિયા એ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. બીસીસીઆઈએ શુક્રવારે એક નિવેદન જારી કરીને આ વાતની જાણકારી આપી છે. ઇન્ડિયા-એ હાલમાં સીરિઝમાં 1-0થી આગળ છે.

બીસીસીઆઇ એ નિવેદનમાં કહ્યું, ‘અખિલ ભારતીય વરિષ્ઠ પસંદગી સમિતિએ શિખર ધવનને દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમાઇ રહેલ સિરીઝની ચોથી અને પાંચમી વન-ડે મેચમાં ઇન્ડિયા-એ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.’

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઓલરાઉન્ડર વિજય શંકર ટીમમાંથી બહાર થઈ ગયો છે. વિજય શંકર અંગૂઠામં ઈજા થવાને કારણે સિરીઝમાં બહાર થઈ ગયો છે.  બંન્ને ટીમોના બાકી બચેલા ચાર મેચ 31 ઓગસ્ટ, બે, ચાર અને છ સપ્ટેમ્બરથી રમાશે. તેના પછી બિનસત્તાવાર ટેસ્ટ મેચોની સિરીઝ શરૂ થશે.