નવી દિલ્હીઃ વર્લ્ડકપ માટે ઇંગ્લેન્ડ ગયેલી ભારતીય ટીમની ગૌરવે કેટલીક ખાસ વાતો વગોળી છે, ભારતીય ક્રિકેટના ખેલાડી રોહિત શર્મા અને શિખર ધવને ગૌરવના સવાલોનો જવાબ આપતા અનેક પ્રકારના રાજ ખોલ્યા.

જ્યારે ગૌરવે શિખર ધવનને તેના પરિવાર અને પુત્ર-પત્ની વિશે સવાલ કર્યા તો તેને રોહિત શર્માને પુત્ર જોરાવરનો બેસ્ટ ફ્રેન્ડ ગણાવ્યો.



શિખર ધવને કહ્યું કે, જ્યારથી જોરાવર સમજવા લાગ્યો છે ત્યારથી તે રોહિત શર્મા સાથે સારી રીતે રહે છે, તેના ખોળામાં અને તેની સાથે વધુ રમે છે. જ્યારે પણ રોહિત સાથે હોય ત્યારે તે તેની સાથે જ રમ્યા કરે છે.