નવી દિલ્હી: ભારત અને શ્રીલંકા વચ્ચે શનિવારના રોજ જે મેચ હતી તેમાં પણ રોહિત શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમમાં અત્યારે કોહલી જેટલું ફોર્મમાં કોઈ નથી. તેનાથી વધારે સારી રીતે રોહિત શર્મા રમી રહ્યો છે. રોહિત શર્માએ શાનદાર ઈનિંગ રમી હતી અને દરેક મેચમાં તેમને ભારતીય ટીમને એક સ્કોર ઉભો કરવામાં મદદ કરી છે.
ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચમાં ક્રિકેટર્સની પત્નીઓ પણ મેચને નિહાળતાં જોવા મળી હતી. તેમાં ખાસ કરીને અનુષ્કા શર્મા અને રોહિત શર્માની પત્ની રીતિકા સજદેહની વચ્ચે એક અંતર જોવા મળ્યું હતું.
આ દ્રશ્યમાં અનુષ્કા શર્મા અને રોહિત શર્માની પત્ની વચ્ચે જાણે કોઈ વાતને લઈને મનભેદ થયો હોય તેવું જોવા મળી રહ્યું હતું. બંનેએ મેચમાં એકબીજાની અંતર બનાવીને રાખ્યું હતું. આ મેચમાં બંને એકસાથે જોવા મળ્યાં નહતા અને દૂર બેસ્યા હતાં જેને લઈને સોશિયલ મીડિયામાં આ વાતના મેસેજ વાયરલ થયા છે.
ભારત-શ્રીલંકાની મેચ ચાલી રહી હતી ત્યારે રોહિત શર્માએ સેન્ચ્યુરી ફટકારી ત્યારે તેની પત્ની રીતિકા ઉભી થઈને ખુશ થઈ ગઈ હતી. જોકે અનુષ્કા શર્મા ના ખુશ જોવા મળ્યાં હતાં.
બન્ને ખેલાડીઓની પત્ની એકબીજાથી દૂર જોવા મળી હતી. રીતિકા અને અનુષ્કા શર્મા વચ્ચે ઝઘડો થયો હોય તેવું લાગી રહ્યું છે. જે તસવીર વાયરલ થઈ છે તે જોતાં એવું લાગે છે કે બન્ને વચ્ચે સંબંધ પણ નથી રહ્યાં. જોકે આ અંગે કોઈ સત્તાવાર જાણવા મળ્યું નથી.
વર્લ્ડ કપમાં ભારતીય ટીમના આ બે સુપરસ્ટાર્સની પત્નિ વચ્ચે ઝઘડો? બોલવાના પણ નથી રહ્યા સંબંધ? જાણો વિગત
abpasmita.in
Updated at:
08 Jul 2019 09:32 AM (IST)
બન્ને ખેલાડીઓની પત્ની એકબીજાથી દૂર જોવા મળી હતી. રીતિકા અને અનુષ્કા શર્મા વચ્ચે ઝઘડો થયો હોય તેવું લાગી રહ્યું છે. જે તસવીર વાયરલ થઈ છે તે જોતાં એવું લાગે છે કે બન્ને વચ્ચે સંબંધ પણ નથી રહ્યાં. જોકે આ અંગે કોઈ સત્તાવાર જાણવા મળ્યું નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -