નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માને એક નિકનેમ આપ્યું છે. રોહિત શર્માએ વિશાખાપટ્ટન ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકા વિરૂદ્ધ ઓપનિંગ કરતાં શાનદાર સેન્ચુરી ફટકારી. ત્યાર બાદ પાકિસ્તાની દિગ્ગજ શોએબ અખ્તરે એક જૂનો કિસ્સો શેર કર્યો છે.


શોએબ અખ્તરે એક વીડિયો શેર કરીને કહ્યું છે કે, વર્ષ 2013માં તેણે રોહિત શર્મા સાથે મુલાકાત કરી હતી. ત્યારે મેં રોહિતને પુછ્યું હતું કે, તારું નામ શું છે. તો રોહિતે કહ્યું હતું કે, ભાઈ તમે જાણો છો કે મારું નામ રોહિત શર્મા છે. તે બાદ શોએબ અખ્તરે કહ્યું કે, તું તારા નામની આગળ G લગાવી લે. આ Gનો મતલબ પણ શોએબ અખ્તરે જણાવ્યો હતો. અખ્તરે કહ્યું કે, રોહિત શર્મા નહીં પણ ગ્રેટ રોહિત શર્મા છે.

રોહિત શર્મા સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં 176 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તે અગાઉ શોએબે એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે, તે રોહિતને ઈંગ્લેન્ડ પ્રવાસની ટેસ્ટ સીરિઝમાં 1000 રન બનાવતો જોવા માગે છે. જણાવી દઈએ કે, રોહિત શર્મા વન ડે ક્રિકેટમાં ત્રિપલ સેન્ચુરી ફટકારી ચૂક્યો છે.