નવી દિલ્હીઃ વૈષ્ણો દેવી કટરા માટે ચાલનારી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની આજે ગુરુવારથી શરૂઆત થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી. અમિત શાહની સાથે રેલવે મંત્રી પીયૂષ ગોયલ અને અનેક મિત્રોઓની સાથે વંદેભારત એક્સપ્ર પર હાજર હતા. જોકે, વંદે ભારત એક્સપ્રેસની રેગ્યુલર સેવા 5 ઓક્ટોબરથી શરૂ થશે. આ ટ્રેન શરૂ થવાથી પ્રવાસીઓને અંદાજે 4 કલાક જેટલો સમય બચશે. તેના માટે બુકિંગ શરૂ થઈ ગયું છે.


ગયા મહિને ભારતીય રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદ કુમારે કહ્યું હતું કે, દિલ્હીથી કટરા જતી વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ પુરૂ થઈ ચૂક્યું છે. નવરાત્રિ દરમિયાન તેને શરૂ કરવામાં આવશે. અમે રેલવેના અન્ય વ્યસ્ત માર્ગોને અપગ્રેડ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. દિલ્હી-મુંબઈ અને દિલ્હી-હાવડા રૂટ ડિસેમ્બર 2021 સુધી તૈયાર થઈ જશે. 2022 સુધી 40 વંદે ભારત એક્સપ્રેસ તૈયાર થઈ જશે.


કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે મંગળવારે તેમના ટ્વિટમાં કહ્યું હતું કે, નવી દિલ્હીથી દેશના સાંસ્કૃતિક પાટનગર વચ્ચે પહેલી વંદે ભારત એક્સપ્રેસના સંચાલન પછી નવી દિલ્હી અને કટરા વચ્ચે બીજી વંદે ભારત એક્સપ્રેસ ચલાવવામાં આવશે.

વંદે ભારત એક્સપ્રેસમાં 16 કોચ છે. તેમાં જનરલ ચેર કારના 14 કોચ (936 સીટ) અને બે એક્ઝિક્યુટિવ ચેર કાર (104 સીટ) રાખવામાં આવી છે. નવી દિલ્હીથી કટરા સુધીની જનરલ ચેર કારનું ભાડું 1600 રૂપિયા અને એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું 3,000 રૂપિયા રાખવામાં આવ્યું છે.