નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમને 2007નો ટી20 અને 2011નો આઈસીસી વર્લ્ડકપ જીતાડનારો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 2019 વર્લ્ડકપ બાદ ક્રિકેટને અલવિદા કહી દેશે તેમ માનવામાં આવતું હતું. પરંતુ હજુ સુધી તેમ થયું નથી. રાતોરાત ટેસ્ટ ક્રિકેટમાંતી સંન્યાસની જાહેરાત કરી દેનારા ધોની પાસેથી ક્રિકેટ પંડિતોને એવી આશા હતી કે વર્લ્ડકપમાં ભારતીય ટીમના અભિયાનનો અંત આવવાની સાથે ધોની નિવૃત્તિ જાહેર કરી દેશે. વર્લ્ડકપ બાદ વેસ્ટ ઈન્ડિઝ, સાઉથ આફ્રિકા સામે મર્યાદીત ઓવરના ક્રિકેટમાં રમ્યો નથી અને વિજય હજારે ટ્રોફી તથા બાંગ્લાદેશ સામે રમાનારી ટી20 ઘરેલુ સીરિઝથી પણ બહાર રહેશે.

આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડકપમાં રમાશે. ભારતને તેની કેપ્ટનશિપમાં ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં પ્રથમ ચેમ્પિયન બનાવવાનું ગૌરવ હાંસલ કરનારો ધોની વધુ એક વર્લ્ડ ચેમ્પિયન ટીમનો હિસ્સો બનવાની ઈચ્છા રાખે છે. પરંતુ હાલ જે રીતે ધોનીએ મેદાનથી અંતર જાણવી રાખ્યું છે તે જોતા વર્લ્ડકપ અંગે વિચારતો હોય તેમ નથી લાગતું. નહીંતર તે ઈન્ટરનેશનલ નહીં તો ડોમેસ્ટિક ક્રિકેટમાં જરૂર વ્યસ્ત જોવા મળત.



ધોની માત્ર ખેલાડી જ નથી તે એક બ્રાન્ડ પણ છે. 2018માં તેની વાર્ષિક કમાણી 101.77 કરોડ રૂપિયા હતી. જાણીતા મેગેઝિન ફોર્બ્સે ગત વર્ષે ભારતના સૌથી વધારે કમાણી કરનારા એથલેટની યાદી જાહેર કરી હતી. જેમાં કોહલી ટોચ પર હતો. જ્યારે ધોની સચિન કરતા આગળ અને બીજા ક્રમે હતો. બજારમાં આજે પણ તેની બ્રાંડ બનેલી છે. મોટી કંપનીઓના એન્ડોર્સમેન્ટ સાથે તે સંકળાયેલો છે.



આ કારણોથી ધોની ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાતમાં વિલંબ કરતો હોય તેમ માનવામાં આવે છે. જ્યારે કેટલાક ક્રિકેટરોના મતે ધોની ક્યારે નિવૃત્તિની જાહેરાત કરવી તે સારી રીતે જાણે છે અને યોગ્ય સમય આવશે એટલે ફેંસલો લેશે તેમ કહી રહ્યા છે.

બેડરૂમમાં દિયર અને ભાભી માણતા હતાં સેક્સ અને અચાનક પતિ રૂમમાં આવી પહોંચ્યો પછી શું થયું? જાણો વિગત

રાજ્યના CNG ચાલકો આનંદો, લાંબીલાઈનમાં ઉભા રહેવાથી મળશે મુક્તિ, વધુ 214 CNG સ્ટેશન્સ થશે શરૂ

ગુજરાતમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ, જાણો ક્યારથી શરૂ થશે શિયાળો