નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા માટે વન ડેમાં નંબર 4 પર કોને બેટિંગમાં મોકલવો તે સૌથી મોટો પ્રશ્ન રહ્યો છે. આ નંબર પર કોઈ બેટ્સમેન સેટ ન થઈ શકતા તેનું માઠું પરિણામ ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપમાં ભોગવવું પડ્યું હતું. પરંતુ ટીમ ઈન્ડિયાના કોચ બન્યા બાદ રવિ શાસ્ત્રીએ આગામી વન ડે શ્રેણીમાં ચાર નંબર પર કોણ બેટિંગ કરશે તેને લઈ ખુલાસો કર્યો હતો.



રવિ શાસ્ત્રીએ એક જાણીતા અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, અમે છેલ્લા બે વર્ષમાં જે ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તેમાંથી એક શક્ય તેટલું વધુ યુવાનોને તક આપવી હતી. આગામી વન ડે સીરિઝમાં નંબર 4 પર શ્રેયસ ઐય્યર બેટિંગ કરશે. વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી તાજેતરની વન ડે શ્રેણીમાં ઐય્યરે નંબર 5 પર બેટિંગ કરી હતી. જેમાં તેણે 71 અને 65 રનની ઈનિંગ રમી હતી. જ્યારે રિષભ પંતે નંબર 4 પર બેટિંગ કરી હતી, પરંતુ તે મળેલી તકને ઝડપી શક્યો નહોતો. શાસ્ત્રીએ એમ પણ કહ્યું કે, ટીમ ઈન્ડિયાની આગામી વન ડે સીરિઝ માટે કેટલાક વધુ યુવા ખેલાડીઓને પણ તક આપવામાં આવશે.



પોર્ટ ઓફ સ્પેનમાં ત્રીજી વન ડે જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પણ ઐય્યરના વખાણ કરતાં કહ્યું હતું કે, દબાણમાં કેવી રીતે રમવું તે સારી રીતે જાણે છે. તેની બેટિંગ ગેમ ચેન્જર સાબિત થઈ હતી. તે સંપૂર્ણ નિયંત્રણમાં રમ્યો હતો, જેના કારણે બોલર્સ પર દબાણ આવ્યું હતું.

મિની સ્કર્ટ પહેરવા પર ટ્રોલ થઈ આ સ્ટાર એક્ટરની પત્ની, લોકોએ કહ્યું-દીકરીનો ડ્રેસ પહેર્યો છે

લોકસભા ચૂંટણી પહેલા ભાજપ છોડી કોંગ્રેસમાં સામેલ થયેલા આ જાણીતા નેતા કરશે ઘરવાપસી? જાણો વિગતે

ગુજરાત-રાજસ્થાનની આ બોર્ડર અચાનક કેમ કરાઈ સીલ ? જાણો કારણ