Captain : આઇપીએલ 2022 માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ (BCCI) જલદી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સિઝન માટે હરાજીની તારીખો જાહેર કરશે. રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરીમાં હરાજીનું આયોજન થશે. ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝનમાં આઠની જગ્યાએ હવે 10 ટીમો ભાગ લેશે. બે નવી ટીમો લખનઉ અને અમદાવાદ આ વખતે રમતી દેખાશે. આ બધાની વચ્ચે કેપ્ટનની પસંદગીની વાત સામે આવી છે. બન્ને નવી ટીમોના કેપ્ટનો પર સૌની નજર છે. 


આ બધાની વચ્ચે હવે રિપોર્ટ છે કે, બન્ને ટીમો અમદાવાદ અને લખનઉ બહુ જલ્દી પોતાના કેપ્ટનને પંસદ કરી લેશે. રિપોર્ટ છે કે અમદાવાદની ટીમનો કેપ્ટન યુવા હશે અને આઇપીએલમાં અનુભવી હશે. 


યુવાને મળી શકે છે અમદાવાદની કેપ્ટનશીપ-
રિપોર્ટ્સનુ માનીએ તો દિલ્હી કેપિટલ્સના પૂર્વ કેપ્ટન શ્રેયસ અય્યરે કેપ્ટનશીપ છીનવાઇ ગયા બાદ ખુદ હરાજીમાં આવવાનો ફેંસલો કર્યો હતો. આ પછી કેટલાય રિપોર્ટ્સમાં દાવો કરવામા આવ્યો છે કે તેને અમદાવાદનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. જોકે, હજુ સુધી શ્રેયસ અય્યર કે ફ્રેન્ચાઇઝી તરફથી આવી કોઇ જાણકારી સામે નથી આવી. પરંતુ રિપોર્ટ્સ અનુસાર શ્રેયસ અય્યરનુ અમદાવાદના કેપ્ટન બનવાનુ લગભગ નક્કી છે. અય્યરે દિલ્હી કેપિટલ્સને આઇપીએલની ફાઇનલ સુધી પહોંચાડી હતી, જોકે, ફાઇનલ ન હતો જીતાડી શક્યો. 


આઇપીએલની સ્ટાર કેપ્ટનના હાથમાં આવી શકે છે લખનઉની કમાન-
રિપોર્ટ છે કે, આઇપીએલમાં ધમાલ મચાવનારા અને ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી ગણાતા કેએલ રાહુલ આ રેસમાં સૌથી આગળ છે. લખનઉ ફ્રેન્ચાઇઝી કેએલ રાહુલને કેપ્ટનશીપ સોંપી શકે છે. રિપોર્ટ એટલે સુધી છે કે કેએલ રાહુલ અને લખનઉની વચ્ચે ડીલ ફાઇનલ થઇ ગઇ છે. પરંતુ આઇપીએલના નિયમોના કારણે હજુ સુધી આની અધિકારીક જાહેરાત નથી કરવામાં આવી. કેએલ રાહુલ આઇપીએલ 2021માં પંજાબ કિંગ્સનો કેપ્ટન હતો, પરંતુ તેને આ વખતે પંજાબથી અલગ થવાનો ફેંસલો કર્યો હતો. 


 


 


આ પણ વાંચો---- 


Best Mileage Bikes: આ છે શાનદાર માઇલેજ આપતી સસ્તી Bikes, ઓછા ખર્ચમાં ચાલશે વધારે કિલોમીટર


GAIL Jobs: સરકારી નોકરી મેળવવાનો મોકો, ચીફ મેનેજર અને સીનિયર ઓફિસરની ભરતી કરી રહી છે ગેલ ઇન્ડિયા


IGNOU PhD Entrance Exam 2021: પીએચડીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોવ તો જલ્દી અરજી કરો, 14 જાન્યુઆરી સુધી લંબાવાઈ તારીખ


Ahmedabad Corona Cases: રાજ્યના આ જાણીતા શહેરમાં ફાટ્યો કોરોનાનો રાફડો, જાન્યુઆરીના 8 દિવસમાં 12 હજારથી વધુ કેસ નોંધાતા હડકંપ


Astrology Tips: ફટકડીના આ ઉપાયોથી દૂર થાય છે આર્થિક પરેશાની, વાસ્તુ દોષથી મળે છે છૂટકારો