IPL Auction 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન માટે ખેલાડીઓની હરાજી ચેન્નઈમાં ચાલી રહી ગઈ છે. આ હરાજીમાં સૌથી સાઉથ આફ્રિકાનો ઓલરાઉન્ડર ખેલાડી ક્રિસ મોરિસ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો 16.25 કરોડમાં વેચાયો છે. તેને રાજસ્થાને ખરીદ્યો છે. રાજસ્થાન રોયલ્સે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી શિવમ દૂબેને 4.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

શિવમ આઈપીએલ 2020માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાંથી રમ્યો હતો. શિવમ ભારત માટે એક વનડે અને 12 ટી 20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે.



આ સીઝનમાં હરાજીમાં કુલ 291 ખેલાડીઓની કિસ્મત દાવ પર છે.  હરાજીમાં હાજર રહેનારા ખેલાડીઓમાંથી 164 ભારતીય અને 124 વિદેશી ખેલાડીઓ છે.