ચેન્નઇ સામે જીતના હીરો શુભમન ગિલની વન-ડેમાં એવરેજ જાણી ચોંકી ઉઠશો, જાણો વિગત
મુંબઇઃ ચેન્નઇ સામે અંડર-19 વર્લ્ડકપના સ્ટાર શુભમન ગિલે અણનમ 57 રન ફટકારી ટીમને વિજય અપાવ્યો હતો. આ સાથે પોતાની શાનદાર બેટિંગને કારણે ક્રિકેટ ફેન્સના દિલ જીતી લીધા હતા. ગિલ અને કાર્તિકની શાનદાર ઇનિંગના સહારે કોલકત્તાએ ચેન્નઇ સામે 6 વિકેટથી જીત મેળવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચેન્નઇએ પ્રથમ બેટિંગ કરતા 177 રન બનાવ્યા હતા જેના જવાબમાં કોલકત્તાએ ગિલ અને કાર્તિકની બેટિંગની મદદથી 178 રનનો ટાર્ગેટ હાંસલ કરી દીધો હતો. 18 વર્ષના શુભમન ગિલે 36 બોલમાં અડધી સદી ફટકારી હતી.
શુભમન ગિલનું ફોર્મમાં આવવું કેકેઆર માટે સારા સમાચાર છે. શુભમન ગિલ પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. વન-ડેમાં શુભમન ગિલની બેટિગ એવરેજ 100થી વધુ છે. તેણે 15 ઇનિંગમાં 104ની સરેરાશથી 1149 રન બનાવ્યા છે. આ વર્ષે ફેબ્યુઆરીમાં જ અંડર-19 વર્લ્ડકપમાં ગિલનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તેણે વર્લ્ડકપમાં 124ની સરેરાશથી 372 રન બનાવ્યા હતા.
અત્યાર સુધી કોલકત્તા ગિલને સાતમા અથવા આઠમા નંબર પર તક આપી રહી હતી જેથી તેનું પ્રદર્શન સારુ રહ્યું નહોતું પરંતુ ગઇકાલની મેચમાં તેને ચોથા નંબર પર બેટિંગ કરવાની તક આપવામાં આવી. ગિલે પણ પોતાની શાનદાર ઇનિંગથી ટીમ મેનેજમેન્ટને નિરાશ કર્યું નહોતું.
આ સાથે શુભમન ગિલ આઇપીએલમાં સૌથી ઓછી ઉંમરમાં અડધી સદી ફટકારનાર ચોથો બેટ્સમેન બની ગયો હતો. આઇપીએલમાં આ શુભમન ગિલની પ્રથમ અડધી સદી હતી. ગિલે 18 વર્ષ 237 દિવસની ઉંમરમાં અડધી સદી ફટકારી છે. આઇપીએલમાં સૌથી ઓછી ઉંમરમાં અડધી સદી ફટકારવાનો રેકોર્ડ સંજૂ સેમસનના નામે છે. જેણે વર્ષ 2013માં 18 વર્ષ 169 દિવસની ઉંમરમાં અડધી સદી ફટકારી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -