દુતી ચંદે કહ્યું, મારી બહેન મને બ્લેમેલ કરી રહી છે. તેણે મારી પાસે 25 લાખ રૂપિયા માંગ્યા હતા અને મને ફટકારી પણ હતી. તે મને બ્લેકમેલ કરતી હોવાથી મેં પોલીસને પણ જાણ કરી હતી. બહેનના ત્રાસથી કંટાળી મારે સમલૈંગિક સંબંધ હોવાની વાત સ્વીકારવા મજબૂર થવું પડ્યું હતું.
જાહેરમાં આ વાતનો સ્વીકાર કરનારી દુતી ચંદ ભારતની પ્રથમ એથલિટ છે. દુતીએ ધ સન્ડે એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યૂમાં આ વાતની કબૂલાત કરી હતી. દુતીએ જણાવ્યું છે કે, તે પોતાના વતન ચાકા ગોપાલપુર (ઓરિસ્સા)માં એક છોકરી સાથે રિલેશનશીપમાં છે. જ્યારે સર્વોચ્ચ અદાલતે કલમ 377 પર ફેંસલો સંભળાવ્યો ત્યારે અમે નક્કી કર્યું હતું કે, હવે સાથે જિંદગી વીતાવવામાં કોઇ પ્રકારનો ખતરો નથી. અમે લગ્ન કરીને નાનો પરિવાર વસાવવાનો નિર્ણય કર્યો હતો.
દુર્તીએ તેના પાર્ટનર અંગે કહ્યું હતું, તે મારા જ શહેરની છે અને તેને પણ રમત પસંદ છે. તેણે મારી વિશે વાંચ્યું અને સ્પોર્ટ્સમાં મારે કરિયર બનાવવા કેટલો સંઘર્ષ કરવો પડ્યો તે જાણ્યું હતું. જે બાદ તેણે મને કહ્યું કે હું તમારી કહાની પ્રેરિત થઈ છું. આ રીતે અમારી મુલાકાત થઈ.
દુતીએ કહ્યું, હું કોઈ એવી વ્યક્તિ સાથે રહેવા માંગુ છું જે મને સતત એક સારી ખેલાડી બનવા માટે પ્રેરણા આપે છે. હું છેલ્લા 10 વર્ષથી સ્પ્રિંટર છું અને લગભગ આગામી 5-7 વર્ષ સુધી દોડી શકુ છું. હું સ્પર્ધામાં ભાગ લેવા માટે આખી દુનિયામાં ફરુ છું. આ સરળ નથી. મને કોઈના સહારાની જરૂર છે. દુતી એશિયન ગેમ્સ 2018માં બે સ્લિવર મેડલ જીતી હતી. તે 100 મીટર અને 200 મીટર ફાઈનલમાં બીજા સ્થાને આવી હતી.
ભારત માટે મેડલ જીતી ચૂકેલી સ્ટાર એથલીટે કર્યો મોટો ખુલાસો, કહ્યું- હું સમલૈંગિક છું
વર્લ્ડકપમાં પાકિસ્તાન સાથે મેચને લઈ કેપ્ટન કોહલીએ શું કહ્યું ? જાણો વિગત
હ્યુન્ડાઈએ ભારતમાં લોન્ચ કરી નવી SVU, જાણો કિંમત અને ફીચર્સ
ચૂંટણી પૂરી થતાં વધી રહેલા પેટ્રોલના ભાવ મુદ્દે સુરતના લોકોએ શું કહ્યું? જુઓ વીડિયો