આ ભારતીય ખેલાડીએ ઇંગ્લેન્ડમાં T-20માં તાબડતોડ બેટિંગ કરી બનાવ્યો આ શાનદાર રેકોર્ડ, જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્મૃતિ મંધાનાનો ધમાકોઃ-- T-20 માં સૌથી ઝડપી ફીફ્ટીની બરાબરા કરી. સ્મૃતિ મંધાનાએ KSL-2018 માં અત્યાર સુધી 6 ઇનિંગમાં સર્વાધિક 338 રન બનાવ્યા છે.
યોર્કશાયરની ટીમે પહેલા બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરોમાં 172/5 રન બનાવ્યા હતા. વેસ્ટર્ન સ્ટૉર્મે સ્મૃતિ મંધાનાની ઇનિંગના સહારે 19.2 ઓવરોમાં 174/3 રન બનાવીને 7 વિકેટથી મેચ જીતી લીધી હતી.
આની સાથે જ સ્મૃતિ મંધાના KSL ના ઇતિહાસમાં સર્વાધિક છગ્ગા (19) લગાવવા વાળી મહિલા બેટ્સમેન બની ગઇ છે. લીગમાં માત્ર છઠ્ઠી ઇનિંગ દરમિયાન તેને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
હાલમાં KSL માં વેસ્ટર્ન સ્ટૉર્મ તરફથી રમી રહેલી સ્મૃતિ મંધાનાએ યોર્કશાયર ડાયમન્ડ્સ વિરુદ્ધ 36 બૉલની પોતાની ઇનિંગમાં 3 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા છે.
નવી દિલ્હીઃ ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાની મહિલા ક્રિકેટ સુપર લીગ (Kia Super League- KSL) માં શાનદાર બેટિંગ ચાલુ છે. 22 વર્ષની સ્મૃતિ મંધાનાએ ઇંગ્લેન્ડમાં ટી-20 લીગમાં રવિવારે 56 રનોની ધમાકેદાર ઇનિંગ રમી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -