✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સચિનની પુત્રી સારાનું ફેક ટ્વિટર હેન્ડલ બનાવી પવાર વિશે ખરાબ કોમેન્ટ કરનાર પકડાયો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Feb 2018 10:50 AM (IST)
1

ફ્રેન્ડ્સ સાથે સારા તેંડુલકર

2

પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલા એન્જિનિયર નીતિને આશરે 5-6 મહિના પહેલા ગુગલ પરથી સારાના ફોટા ડાઉનલોડ કર્યા હતા અને બાદમાં તેની મદદ વડે ફેક ટ્વિટર હેન્ડલ બનાવ્યું હતું.

3

સચિન તેંડુલકરે થોડા દિવસો પહેલા ટ્વિટર સહિતની તમામ સોશિયલ સાઇટ પરથી તેના પુત્રીનું ફેક એકાઉન્ટ ડિલીટ કરવાની અરજી કરી હતી. લંડનમાં અભ્યાસ કરતી સારાના નામે સોશિયલ મીડિયા પર થઇ રહેલા આપત્તિજનક મેસેજથી પરેશાન થઈ માસ્ટર બ્લાસ્ટરના પીએ દ્વારા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.

4

નીતિને સારા તેંડુલકરના નકલી ટ્વિટર હેન્ડલ પરથી એનસીપી પ્રમુખ શરદ પવાર સામે આપત્તિજનક કોમેન્ટ કરી હતી. જે બાદ એનસીપીના ધારાસભ્યએ આ મુદ્દે સચિન પાસે સ્પષ્ટતા માંગી હતી. થોડા દિવસો પહેલા જ સારાને ધમકી આપનારા એક વ્યક્તિની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરવામાં આવી હતી.

5

મુંબઈઃ ક્રિકેટના ભગવાન ગણાતા ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારાના નામે ફેક ટ્વિટર હેન્ડલ બનાવનારા વ્યક્તિની અંધેરીમાંથી ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા વ્યક્તિનું નામ નીતિન શિશોદ અને તે સોફ્ટવેર એન્જિનિયર હોવાનું જાણવા મળ્યું છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • સચિનની પુત્રી સારાનું ફેક ટ્વિટર હેન્ડલ બનાવી પવાર વિશે ખરાબ કોમેન્ટ કરનાર પકડાયો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.