ઈરાનમાં એશિયન કપમાં બુરખો પહેરીને રમવાનો ભારતની કઈ ચેસ ખેલાડીએ કર્યો ઈન્કાર ?
સૌમ્યા વર્ષ 2011માં ઈરાનમાં રમી ચૂકી છે. ત્યારે તે નાની હતી. પરંતુ હવે રમવાને લઈ તેણે કહ્યું કે હાલ તેનું ધ્યાન રમત પર છે અને તે સ્વતંત્રતાને મહત્વ આપે છે. દરેક દેશને તેમનો અલગ કાનૂન હોય છે પરંતુ તેમારી પાસે તે દેશમાં રમવા જવું કે નહીં તેનો પણ વિકલ્પ હોય છે.
આ દરમિયાન ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશને કહ્યું કે, તેઓ બુરખો પહેવાની અનિવાર્યતાને લઈ ઈરાનમાં યોજાનારી એશિયન નેશન્સ કપ શતરંજ ચેમ્પિયનશિપમાં હિસ્સો ન લેનારી મહિલા ગ્રાન્ડમાસ્ટર સ્વામીનાથનનું સન્માન કરે છે. આ તેનો અંગત ફેંસલો છે. અમે તેના ફેંસલાનો વિરોધ નથી કરતાં. અમે તેના સ્થાને અન્ય ખેલાડીનું નામ જાહેર કરીશું.
નવી દિલ્હીઃ બુરખો પહેરીની ટુર્નામેન્ટમાં હિસ્સો ન લેવા મુદ્દે ઉઠેલા વંટોળના કારણે ચેસ પ્લેયર સૌમ્યા સ્વામીનાથન પર થોડી અસર જરૂર પડી છે. પરંતુ તેણે કહ્યું કે ધાર્મિક નિયમોનું ક્ષેત્ર પૂજા સ્થળથી બહાર ન હોવું જોઈએ. ઈરાનમાં ચેસ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે બુરખો પહેરવો ફરજિયાત હોવાથી 29 વર્ષીય મહિલા ગ્રાન્ડમાસ્ટર સૌમ્યાએ ટુર્નામેન્ટમાંથી નામ પરત લઇ લીધું છે. તેના આ પગલાંની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે.
સૌમ્યાએ ટુર્નામેન્ટમાંથી નામ પરત ખેંચ્યા બાદ ફેસબુક પેજ પર લખ્યું હતું કે, મને ઘણો અફસોસ છે કે હું આ મહત્વપૂર્ણ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા અસમર્થ છું. આ મારો અંગત ફેંસલો છે. હું તમામ ધર્મોમાં વિશ્વાસ રાખું છું અને તેને ફોલો પણ કરું છું. પરંતુ તમે ધર્મસ્થળોની બહાર તેને જબરદસ્તીથી કોઈ પર લાદી ન શકો.
ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે સૌમ્યાનાં આ નિર્ણયની તારીફ કરતા તેને સલામ કરી છે. કૈફે ટ્વિટ કરીને લખ્યું કે, ‘ઇરાનમાં થનારી સ્પર્ધામાંથી નામ પરત ખેંચી લેવા માટે તને સલામ છે સૌમ્યા સ્વામીનાથન. ખેલાડીઓ પર કોઇપણ રીતે ધાર્મિક ડ્રેસ કોડ લાગુ ના કરી શકાય. યજમાન દેશને પણ આવુ ના કરવાની અનુમતિ હોવી જોઇએ. આ માનવ અધિકારોની વિરુદ્ધ છે.’