બીજી ટેસ્ટ પહેલા ગાંગુલીએ વિરાટને આપી આ ખાસ સલાહ, જાણો શું કરવા ને ક્યાં ખેલાડીઓ પર વિશ્વાસ રાખવા કહ્યું
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંગુલીએ કહ્યું કે, ‘આ પાંચ મેચોની સીરીઝની પહેલી ટેસ્ટ હતી અને મારુ માનવું છે કે ટીમને વાપસી કરવાની અને ક્ષમતા બતાવવાની સારી તક છે. અજિંક્યે રહાણે અને મુરલી વિજયને વધારે પ્રતિબદ્ધતા બતાવવી પડશે, કેમકે તે પહેલા પણ આવી પરિસ્થિતિઓમાં રન બનાવી ચૂક્યા છે.’
ઓપનિંગ બેટ્સમેન વિજયે બર્મઘમ ટેસ્ટમાં 20 અને 6, જ્યારે મધ્યમક્રમના બેટ્સેમન રહાણેએ 15 રન અને 2 રન બનાવ્યા. આ રીતે આ બન્ને બેટ્સમેનોએ માત્ર 43 રનોનું યોગદાન આપ્યું. ગાંગુલીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની પૉસ્ટમાં લખ્યું, ‘જો તમારે ટેસ્ટ મેચ જીતવી છે તો પછી પ્રત્યેક રનને બનાવવા પડશે.’
વધુમાં કહ્યું કે, ‘મને નથી લાગતું કે હાર માટે કેપ્ટન જવાબદાર છે. જો કેપ્ટન હશો તે હાર માટે તમારી નિંદા થશે જેવી રીતે જીત પર પ્રસંશા થાય છે.’
નવી દિલ્હીઃ સૌરવ ગાંગુલીએ કેપ્ટન વિરાટ કોહલીને ઇંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચ હાર્યા બાદ અંતિમ ઇલેવનમાં ફેરફાર નહીં કરવાની સલાહ આપી છે. સાથે જ પૂર્વ ભારતીય કેપ્ટને મુરલી વિજય અને અજિંક્યે રહાણેને વધુ પ્રતિબદ્ધતા સાથે બેટિંગ કરવાની કહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -