BCCIએ કયુ ડિસીઝન લીધુ ને ગાંગુલી ભડક્યો, બોલ્યો- ભગવાન ભલુ કરે તમારુ, આ ફેશન બની ગઇ છે....
abpasmita.in | 07 Aug 2019 12:55 PM (IST)
ગાંગુલીના ટ્વીટના સમર્થનમાં રાહુલ દ્રવિડના પક્ષે ઓફ સ્પિનર હરભજન સિંહ પણ આવ્યો હતો, અને તેમને પણ આ ડિસીઝનની ટીકા કરી હતી
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી બીસીસીઆઇના એક ડિસીઝન સામે ગુસ્સે ભરાઇ ગયો અને તેને ભગવાન ભરોસે છોડી દીધુ હતુ. અસલમાં બીસીસીઆઇએ હીતોના ટકરાવને લઇને પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને નૉટિસ ફટકારી હતી, આ વાતને લઇને ગાંગુલી નારાજ થયો અને ટ્વીટ કરીને બીસીસીઆઇને ખરીખોટી સંભળાવી દીધી હતી. ગાંગુલીએ દ્રવિડનો બચાવ કર્યો હતો. દ્રવિડને નૉટિસ મોકલવાના કારણે સૌરવ ગાંગુલીએ ટ્વીટ કરીને પોતાની નારાજગી દર્શાવી હતી. તેને લખ્યું કે, "ભારતીય ક્રિકેટમાં 'હિતોનો ટકરાવ' નામની નવી ફેશન ચાલી રહી છે... ભારતીય ક્રિકેટનું ભગવાન ભલુ કરે... હવે દ્રવિડને પણ બીસીસીઆઇના એથિક્સ અધિકારીએ નૉટિસ ફટકારી છે." ગાંગુલીના ટ્વીટના સમર્થનમાં રાહુલ દ્રવિડના પક્ષે ઓફ સ્પિનર હરભજન સિંહ પણ આવ્યો હતો, અને તેમને પણ આ ડિસીઝનની ટીકા કરી હતી. ઉલ્લેખનીય છે કે, એમપીસીએના આજીવન સભ્ય ગુપ્તાએ રાહુલ દ્રવિડ પર હિતોના ટકરાવને લઇને બીસીસીઆઇમાં ફરિયાદ કરી હતી.