ગાંગુલીએ સહેવાગને કેમ કહ્યું- 'સુધરી જાવ નહીં તો મારે જ તારુ ઇન્ટરવ્યૂ લેવાનું છે'
દરમિયાન ગાંગુલીએ ચૂટકી લેતા કહ્યું કે, હવે તમારે (સહેવાગ) મારી સામે ઇન્ટરવ્યૂ આપવાનું છે એટલા માટે તમે સત્ય બોલો. નોંધનીય છે કે ચેમ્પિયન ટ્રોફી બાદ ટીમ ઇન્ડિયાના નવા કોચની પસંદગી થવાની છે. જેમાં કોચ માટે સહેવાગે પણ અરજી કરી છે. કોચની પસંદગીની જવાબદારી ગાંગુલી, સચિન તેડુલકર, વીવીએસ લક્ષ્મણને સોંપવામાં આવી છે.
પાકિસ્તાન સામેની મેચમાં સહેવાગ અને ગાંગુલી કોમેન્ટ્રી કરી રહ્યા હતા તે દરમિયાન સહેવાગે ગાંગુલીની રનિંગ બિટવિન ધ વિકેટ પર સવાલ ઉઠાવ્યા હતા. સહેવાગે કહ્યું કે દાદા પોતાના જમાનામાં ઝડપથી રન લઇ શકતા નહોતા. આ કારણે તેઓ રનઆઉટ થઇ જતા અને ટીમનો સ્કોરને અસર થતી હતી.
નવી દિલ્હીઃ ચેમ્પિયન ટ્રોફીમાં રવિવારે ભારતે પાકિસ્તાનને 124 રને પરાજય આપ્યો હતો. આ સાથે સ્ટેડિયમમાં હાજર ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડીઓએ ખૂબ મસ્તી કરી હતી. કોમેન્ટ્રી બોક્સમાં વિરેન્દ્ર સહેવાગ અને સૌરવ ગાંગુલીની જોડી પણ ખૂબ મસ્તી કરી હતી. દરમિયાન કોમેન્ટ્રી આપતા સમયે ગાંગુલીએ સહેવાગને ચેતવણી પણ આપી દીધી હતી.
આટલું સાંભળતા જ ગાંગુલી એ સહેવાગને કાઉન્ટર કર્યો હતો. ગાંગુલીએ કહ્યું કે, મે રેકોર્ડ કાઢ્યો છે. મારી રનિંગ બિટવિન ધ વિકેટ 36 ટકા હતી જ્યારે તમારી 24 ટકા હતી. તમે લાંબા સમયથી દર્શકો વચ્ચે અફવા ફેલાવી રહ્યા છો. આ ખોટુ છે. બાદમાં બંન્ને હસવા લાગ્યા હતા.