નવી દિલ્હીઃ વિેતેલા વર્ષે ડિસેમ્બરમાં સાઉથ સ્ટાર્સના મેગા ફેન નૂર મોહમ્મદનું નિધન થયું હતું જે રામ ચરણ, ચિરંજીવી અન અલ્લૂ અર્જુન જે વા એક્ટર્સના મોટા ફેન હતા. સાઉથ ફિલ્મ ઉદ્યોગના મોટા સેલેબ્સે તેના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. સાથે જ તેના પરિવારને આર્થિક સહાય આપવાની વાત કરી હતી.

હવે સુપરસ્ટાર રામ ચરણે પોતાનું વચન પૂરું કર્યું છે. તેણે નૂર મોહમ્મદના પરિવારજનો સાથે મુલાકાત કરી અને તેને 10 લાખ રૂપિયાનો ચેક પણ આપ્યો. રામ ચરણે પરિવારજનોને આગળ પણ સહાય આપવાની વાત કહી છે.


સોશિયલ મીડિયા પર રામ ચરણની તસવીર વાયરલ થઈ રહી છે. 10 ડિસેમ્બર 2019ના રોજ રામ ચરણને The People's Entertainer Par Excellence Award આપવામાં આવ્યો હતો. આ એવોર્ડને તેણે પોતાના દિવંગત ફેન નૂર મોહમ્મદને સમપર્તિ કર્યો હતો. એટલું ચ નહીં આ અવસર પર તેણે યાદ કરીને ભાવુક પણ થયા હતા.



વર્કફ્રન્ટની વાત કરીએ તો રામ ચરણ હવે ડાયરેક્ટર એસ એસ રાજામૌલીની ફિલ્મ ‘આરઆરઆર’માં જોવા મળશે. ફિલ્મમાં આલિયા ભટ્ટ અને અજય દેવગન જેવા સ્ટાર્સ પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે.