નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી હવે બીસીસીઆઇના નવા અધ્યક્ષ બનશે. તેમને એકલા સોમવારે આ પદ માટે નામાંકન ભર્યુ હતુ. જેના પરથી નક્કી થઇ ગયુ છે કે, હવે બીસીસીઆઇના નવા અધ્યક્ષ ગાંગુલી જ હશે, ગાંગુલી નિર્વિરોધ નવા અધ્યક્ષ ચૂંટાઇ જશે. નામાંકન ભર્યા બાદ મોડી રાત્રે ગાંગુલીએ એક તસવીર શેર કરી જેમાં તેમને પોતાની નવી ટીમ બતાવી હતી.

ગાંગુલીએ તસવીર શેર કરતાં લખ્યુ કે, ''આ BCCIની નવી ટીમ છે, આશા રાખુ છું કે અમે સાથે રહીને કામ કરીશું''... ગાંગુલીએ પોતાના ટ્વીટમાં અનુરાગ ઠાકુરને પણ ધન્યવાદ કર્યા હતા.


ઉલ્લેખનીય છે કે, ગાંગુલી ઉપરાંત અનુરાગ ઠાકુરના પિતરાઇ ભાઇ અને હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ અરુણ ધૂમલને પણ બીસીસીઆઇના કોષાધ્યક્ષ બનવાનું નક્કી છે. વળી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહને સચિવ બનાવવાનું પણ નક્કી છે.